આણંદ: સિંગતેલમાં કોની ઘાલમેલ, કોણે પાડ્યો ખેલ ? TV9 પર તેલ કૌભાંડનો પર્દાફાશ, જુઓ
આણંદ કૃષિ યુનિવર્સિટીના બીજ સંશોધન કેન્દ્ર દ્વારા બિયારણના સંશોધન માટે મગફળી ઉઘાડવામાં આવે છે. જેમાંથી સારી મગફળીને બિયારણ માટે નિકાળવામા આવે છે. જ્યારે અન્ય ગ્રેડની મગફળીને અલગ કરવામાં આવે છે. આરોપ છે કે, અલગ રાખવામા આવેલી મગફળીને વિદ્યાનગર GIDC પાસે એક શેડમાં ચાલતી ઓઇલમાંથી તેલ નિકાળવામાં આવે છે. આ તેલને બારોબાર જ વેચી દેવામાં આવતુ હતુ.
અજય ભાણવડીયાએ TV9 સાથે ખાસ વાતચીત કરી હતી. તેઓએ કહ્યુ હતુ કે, જે જથ્થામાં નાના દાણા હોય એનો સારો ઉપયોગ થાય એ માટે અમે પ્રયાસ કરીને તેલ નિકાળવામાં આવતુ હતુ. તેલ નાના પાયે નિકાળવામા આવતુ હતુ. જેટલા જથ્થામાંથી બિયારણ નિકળતુ હતુ એટલા જથ્થાનું જ બીલ આપવામાં આવતુ હતુ.
ઓઇલ મીલના સંચાલકે ખુલાસો કર્યો હતો. કે સમયાંતરે બેથી ત્રણ ટન તેલ અજયભાઈ નિકાળાવતા હતા. તેમજ તે ખોળ અમે મજૂરી મુજબ લઇ લેતા હતા. હવે સરકારે તપાસના આદેશ કરવામાં આવ્યા હોવાની વિગતો સુત્રોથી મળી છે. હવે તેલ નિકાળવાનું બંધ કરી દેવામાં આવ્યુ છે. હવે દોષીતો સામે પગલા ભરવામાં આવશે કે કેમ એ સવાલ થઇ રહ્યો છે.
આ પણ વાંચો: સાબરકાંઠાઃ પશુ ચોરી આચરતી ખંભાતની ગેંગ LCBએ ઝડપી, ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos