વડોદરા વીડિયો : હાઇડ્રોફ્લોરિક એસિડ ટેન્કરમાંથી થયુ લીક, આંખમાં બળતરાની ઉઠી ફરિયાદો

વડોદરાના નંદેસરી વિસ્તાર હાઇડ્રોફ્લોરિક એસિડ ટેન્કરમાંથી લીક થતા આસપાસના વિસ્તારોમાં નાસભાગ જોવા મળી હતી. રસ્તા પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2024 | 4:11 PM

વડોદરામાં હાઇડ્રોફ્લોરિક એસિડ ટેન્કરમાંથી લીક થતા આસપાસના વિસ્તારોમાં નાસભાગ જોવા મળી હતી. રસ્તા પર એસિડ પડતાની સાથે જ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા છે. વડોદરાના નંદેસરી વિસ્તારમાં રાહદારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. રસ્તા પર એસિડ ઢોળાતા આંખમાં બળતરાની પણ ફરિયાદો ઉઠી છે.
એસિડને ઠંડુ પાડવા માટે ફાયર બ્રિગેડે ભારે જહેમત ઉઠાવી પડી છે. વડોદરાના નંદેસરી ફાયરબ્રિગેડની ત્વરિત કામગીરીને કારણે મોટી દુઘર્ટના ટળી છે.

આ અગાઉ પણ આ ભરુચના વાગરા તાલુકામાં  મુલેર ચોકડી નજીક એક કેમિકલ ભરેલ ટેન્કર લીકેજ થતા દોડધામ મચી હતી. રોડ ઉપર ઢોળાયેલા કેમીકલમાંથી ધુમાડાના ગોટેગોટા ઉડ્યા હતા. ઘટનાની જાણ થતાંજ વાગરા પોલીસ સહિત ફાયરકર્મીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">