AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયા પછી હવે PM મોદી જશે યુક્રેનની મુલાકાતે, જાણો આ મુલાકાત કેમ છે મહત્વની

પીએમ મોદીની રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની આ મુલાકાત યુક્રેનના સ્વતંત્રતા દિવસની આસપાસ થશે. યુક્રેનમાં 24 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રશિયા પછી હવે PM મોદી જશે યુક્રેનની મુલાકાતે, જાણો આ મુલાકાત કેમ છે મહત્વની
| Updated on: Jul 27, 2024 | 9:28 AM
Share

રશિયાની મુલાકાત બાદ હવે વડાપ્રધાન મોદી યુક્રેનની મુલાકાતે જવાના છે.  વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં જ બે દિવસની રશિયાની મુલાકાતે ગયા હતા, ત્યારબાદ પીએમ મોદી હવે યુક્રેન જશે.

દિલ્હીમાં યુક્રેનિયન દૂતાવાસને ટાંકીને મળતી માહિતી અનુસાર, પીએમ મોદી આવતા મહિને યુક્રેનની રાજધાની કિવ જશે, જ્યાં તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ રશિયાના પ્રવાસે હતા, તેઓ ભારત-રશિયાના વાર્ષિક સમિટમાં ભાગ લેવા આવ્યા હતા.

યુક્રેનમાં 24 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી

પીએમ મોદીની રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર પીએમ મોદીની આ મુલાકાત યુક્રેનના સ્વતંત્રતા દિવસની આસપાસ થશે. યુક્રેનમાં 24 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે.

ફેબ્રુઆરી 2022થી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે પીએમ મોદીની આ મુલાકાત ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. રશિયા સાથે ભારતના સંબંધો પણ ઘણા સારા છે, જે પછી માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત પછી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામનો કોઈ રસ્તો નીકળી શકે છે.

PM મોદીની યુક્રેનની મુલાકાત શા માટે મહત્વની છે?

ફેબ્રુઆરી 2022 થી રશિયા અને યુક્રેન વચ્ચે  યુદ્ધ ચાલી રહ્યું છે, આ યુદ્ધ હવે 882 દિવસથી વધુ સમયથી ચાલી રહ્યુ છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હજારો લોકો માર્યા ગયા છે અને ઘણા ઘાયલ થયા છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાદ પીએમ મોદીની યુક્રેનની આ પ્રથમ મુલાકાત હશે. આ પહેલા પીએમ મોદી 8-9 જુલાઈના રોજ રશિયા ગયા હતા અને ત્યાં રાષ્ટ્રપતિ પુતિનને મળ્યા હતા.

રશિયાના પ્રવાસ દરમિયાન પીએમ મોદીએ પુતિન સાથે શાંતિની વાત કરી હતી. હવે પીએમ મોદી આવતા મહિને યુક્રેન જશે અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને મળશે. માનવામાં આવે છે કે પીએમ મોદીની આ મુલાકાત બાદ બંને દેશો રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ સમજૂતી પર સહમતિ બની શકે છે. જો કે પીએમ મોદી પહેલા જ યુદ્ધ રોકવાનું સમર્થન કરી ચૂક્યા છે. પીએમ મોદીએ જુલાઈમાં રશિયાની મુલાકાત લીધી હતી, ત્યારબાદ હવે તેઓ ઓગસ્ટમાં યુક્રેનની મુલાકાત લેશે અને શક્ય છે કે આ પ્રવાસના આવતા મહિને પીએમ મોદી ઓક્ટોબરમાં ફરી એકવાર રશિયાની મુલાકાત લે.

બંનેની મુલાકાત G7 સમિટમાં થઈ હતી

વડાપ્રધાન મોદીના યુક્રેન પ્રવાસને લઈને તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. આ પહેલા 13 થી 15 જૂન વચ્ચે ઈટાલીમાં યોજાયેલી G-7 સમિટ દરમિયાન પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સકીની મુલાકાત થઈ હતી. તેઓએ યુક્રેનની વર્તમાન સ્થિતિ પર ચર્ચા કરી, જેમાં પીએમ મોદીએ કહ્યું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલને સમર્થન આપવાનું ચાલુ રાખશે. આ પહેલા ઓક્ટોબર 2022માં પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ઝેલેન્સકી વચ્ચે પણ રશિયા-યુક્રેન પ્રવાસ અંગે ફોન પર વાતચીત થઈ હતી. ફોન પર વાતચીત દરમિયાન રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ પીએમ મોદીને યુક્રેન આવવાનું આમંત્રણ આપ્યું હતું.

g clip-path="url(#clip0_868_265)">