દેવભૂમિ દ્વારકા વીડિયો : સલાયા બંદર પર બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત, એક કિશોરીનું મોત
દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરે અકસ્માતમાં કિશોરીનું મોત નિપજ્યું છે. સલાયા બંદરે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. શાળાએથી પરત ફરતા સમયે બે કિશોરીઓને અકસ્માત નડ્યો છે.
રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે દ્વારકામાં ફરી એક વાર અકસ્માતની ઘટના બની છે. દેવભૂમિ દ્વારકાના સલાયા બંદરે અકસ્માતમાં કિશોરીનું મોત નિપજ્યું છે. સલાયા બંદરે બાઈક અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો છે. શાળાએથી પરત ફરતા સમયે બે કિશોરીઓને અકસ્માત નડ્યો છે.
અકસ્માતમાં એક બાળકીનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એક કિશોરી ઈજાગ્રસ્ત થઈ હતી. જેને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ સમગ્ર અકસ્માતની ઘટનાના CCTV ફૂટેજ આવ્યા સામે છે. અકસ્માતમાં કિશોરીનું મોત થતા સલાયામાં શોકનું મોજું ફરી વળ્યુ છે.
Latest Videos