અનેક ગુજરાતીઓને ગેરકાયદે વિદેશ મોકલવાના કૌંભાડનો આરોપી 22 મહિના બાદ વારાણસીથી ઝડપાયો, જુઓ Video
બોબી પટેલના કબૂતરકાંડના કેસમાં પણ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 22 માસથી ફરાર વધુ એક આરોપી પંકજ પટેલની ઉત્તર પ્રદેશના વારાણસીથી ધરપકડ કરી છે.
ગુજરાત સહિત દેશભરમાં કેટલીક વાર કબૂતરબાજીની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે બોબી પટેલના કબૂતરકાંડના કેસમાં પણ વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે 22 માસથી ફરાર વધુ એક આરોપી પંકજ પટેલની ઉત્તર પ્રદેશના વારાણસીથી ધરપકડ કરી છે. આરોપીની હિસાબની ડાયરી, પાસપોર્ટ, મોબાઈલ, ડોંગલ સહિત અમેરિકાના 2 ડોલર જપ્ત કરવામાં આવ્યા છે. જો કે બોબી કબૂતરકાંડના કેસમાં સંડોવાયેલા કુલ 9 આરોપી પોલીસ સકંજામાં છે.
22 માસથી ફરાર વધુ એકની ધરપકડ
ઉલ્લેખનીય છે કબૂતરબાજી કાંડની તપાસ રાજ્ય પોલીસ વડાએ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને સોંપી હતી. રાજ્ય પોલીસ વડાએ આરોપી પંકજ પટેલની માહિતી આપનાર માટે રૂપિયા 25 હજારના ઇનામની પણ જાહેરાત કરી હતી. ત્યારે આખરે પંકજ પટેલ SMCના સકંજામાં આવી ગયો છે. તેની સામે વધુ કાર્યવાહી હાથ ધરાઇ છે.
Latest Videos
Latest News