Gandhinagar Video : સોમવારે CMના નિવાસસ્થાને મહત્વપૂર્ણ બેઠક મળશે, 25 સાંસદ સહિત રેખા ચૌધરી પણ રહેશે હાજર
ગાંધીનગરમાં સોમવારે CMના નિવાસ સ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક મળશે. લોકસભાની ચૂંટણી 2024ના પરિણામો ભાજપની અપેક્ષાની બહાર આવ્યા છે. ગુજરાતમાં પણ 26માંથી 25 બેઠક પર જ ભાજપે જીત મેળવી છે. ગુજરાતમાં 26 બેઠકો જીતવા માટેની ભાજપની હેટ્રીક પર બનાસકાંઠા બેઠકથી કોંગ્રેસે રોક લાગાવી છે.
ગાંધીનગરમાં સોમવારે CMના નિવાસ સ્થાને મહત્ત્વપૂર્ણ બેઠક મળશે. લોકસભાની ચૂંટણી 2024ના પરિણામો ભાજપની અપેક્ષાની બહાર આવ્યા છે. ગુજરાતમાં પણ 26માંથી 25 બેઠક પર જ ભાજપે જીત મેળવી છે. ગુજરાતમાં પણ ભાજપની હેટ્રીક પર બનાસકાંઠા બેઠકથી રોક લાગી છે.
ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ રહેશે હાજર
આ સોમવારે યોજાવાની બેઠકમાં ભાજપના લોકસભા ચૂંટણી પરિણામોની સમીક્ષા થશે. આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલ હાજર રહેશે. તેમજ નવા ચૂંટાયેલા તમામ સાંસદ અને રેખાબેન ચૌધરી હાજર રહેશે.
આ ઉપરાંત જિલ્લા પ્રમુખ તથા લોકસભા પ્રભારી પણ ઉપસ્થિત રહેશે. આ બેઠકમાં પરિણામો પર સંગઠનાત્મક, રચનાત્મક અને સામાજિક મુદ્દાઓની ચર્ચા થશે. આ બેઠકમાં તમામ ઉમેદવારોને પણ બોલાવવામાં આવ્યા છે.
Latest Videos