Bhavnagar : પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ, વિદ્યાર્થી નેતા યુવરાજસિહે કર્યા આક્ષેપ
યુવરાજસિંહે મીડિયા સાથે વાતચીતમાં ગુજરાતના પૂર્વ શિક્ષણ પ્રધાન અને વર્તમાન પ્રધાન પર ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં તેમને જણાવ્યુ કે જો "મારું સમન્સ નીકળતું હોય તો અવધેશ, અવિનાશનું પણ સમન્સ નીકળવું જોઈએ."
ડમી ઉમેદવાર કૌભાંડ મામલે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા આજે પોલીસ સમક્ષ હાજર થવાના છે. ત્યારે યુવરાજસિંહે પોલીસ સમક્ષ રજૂ થતા પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં યુવરાજસિંહ જાડેજાએ પૂર્વ શિક્ષણ પ્રધાન અને વર્તમાન કેટલાક પ્રધાન પર આક્ષેપ કર્યા છે. યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કરતા જણાવ્યુ કે “પૂર્વ શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીનું પણ સમન્સ નીકળવું જોઈએ.”
આ પણ વાંચો : Bhavanagar : ડમી કાંડ બાદ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, 10 થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને મેળવી નોકરી
યુવરાજસિંહે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યુ કે જો “મારું સમન્સ નીકળતું હોય તો અવધેશ, અવિનાશનું સમન્સ નીકળવું જોઈએ. અસિત વોરાનું પણ સમન્સ નીકળવું જોઈએ અને કૌભાંડમાં પૂર્વ શિક્ષણ પ્રધાન અને વર્તમાન કેટલાક પ્રધાનનો સમન્સ આપવામાં આવે.” વિદ્યાર્થી નેતા યુવરાજસિંહે જણાવ્યુ કે તેમના પાસે 30 કૌભાંડીઓના નામ છે.
યુવરાજસિંહે વધુમાં કહ્યુ કે, અવધેશ પટેલ, અવિનાશ પટેલ અને હિરેન, જશુ ભીલ કૌભાંડમાં સામેલ છે. મીડિયા સાથે વાતચીત કરતા યુવરાજસિહે કહ્યું કે, આજે નહીં તો કાલે મને પતાવી દેવામાં આવશે, કાંતો મારુ હિટ એન્ડ રન પણ થઈ શકે છે. આ ત્રણેય વિરુદ્ધ પુરાવા આપવા છતા તેમના પર કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…