Bhavanagar : વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની કરી ધરપકડ

કોલેજમાં અભ્યાસ કરતા આરોપીઓને નાની ઉંમરે કરોડપતિ બનવાના ચક્કરમાં અવડા રસ્તે ચઢ્યા હતા. આરોપીઓ અમેરિક બેંકના કર્મચારી તરીકેની ઓળખણ આપી વિદેશી નાગરીકો સાથે ઠગાઈ કરતા હતા.

Bhavanagar : વિદેશી નાગરિકો સાથે  ઠગાઈ કરતું કોલ સેન્ટર ઝડપાયુ, 3 આરોપીની કરી ધરપકડ
Follow Us:
Ajit Gadhavi
| Edited By: | Updated on: Mar 30, 2023 | 2:14 PM

ભાવનગરમાંથી વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરતું એક કોલ સેન્ટર ઝડપાયુ છે. કોલેજમાં અભ્યાસ કરતા આરોપીઓને નાની ઉંમરે કરોડપતિ બનવાના ચક્કરમાં અવળા રસ્તે ચઢ્યા હતા. આરોપીઓ અમેરિકન બેંકના કર્મચારી તરીકેની ઓળખણ આપી વિદેશી નાગરીકો સાથે ઠગાઈ કરતા હતા. અમેરિકાના નાગરિકોને લોન મંજૂર થયાનું જણાવી સીબીલ સ્કોર સુધારવાના નામે યુ.એસ ડોલર પડાવવાના ગોરખધંધા કરતા હતા.

આ પણ વાંચો : Bhavanagar : રજીસ્ટ્રેશન બાદ પણ રસીકરણમાં લોકો નિરુત્સાહી, 12 દિવસમાં આટલા લોકોનું થયું જ રસીકરણ

બાતમીના આધારે પાડ્યા દરોડા

પોલીસે ભાવનગરના ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જેમના દ્વારા અમેરિકન બેંકના કર્મચારીની ખોટી ઓળખ આપી વિદેશી લોકોને વિશ્વાસમાં લઈ પૈસા પડાવવાના ગોરખ ધંધા ચલાવતા હતા. પોલીસને ઘટનાની જાણ થતા શહેરના તરસમીયા કૈલાશ સોસાયટી વિસ્તારમાં “શક્તિ કૃપા” નામના મકાનમાં રહેતો આરોપી નિકુંજ ચૌહાણને ત્યાં દરોડા પાડ્યા હતા.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

આરોપી નિકુંજ યુએસએ નાગરિકના લીડ ડેટા કોઈ રીતે મેળવી તેના માણસોને ડેટા આપી એસએમએસ અને ઈમેલ દ્વારા અમેરિકન નાગરિકને લોન મંજૂર થયાનું જણાવતો હતો. મેસેજમાં જણાવતા હતા કે તમારો સિબિલ સ્કોર ખરાબ હોવાથી તેને સુધારવા માટે ગિફ્ટ કાર્ડ તેમજ અન્ય માધ્યમથી પૈસા મેળવી છેતરપિંડી આચરતા હતા.

નાની ઉમરે કરોડપતિ બનવાનું સપનુ

ભાવનગરમાં 2014 બાદ ઇન્ટરનેશનલ કોલ સેન્ટર પકડાયુ છે. જોકે વિદેશી નાગરિકોને છેતરીને નાની ઉમરમાં કરોડપતિ બનવાનું સપનુ હતુ. માટે કોલ સેન્ટરનું નેટવર્ક ગોઠવીને વિદેશી નાગરિકો સાથે ઠગાઈ કરવામાં આવતી હતી. ગઈકાલે પોલીસે રેડ પાડીને નિકુંજ ચૌહાણ, મયુર રાઠોડ અને કુણાલ પરમારની ધરપકડ કરી છે.

પકડાયેલા આરોપીઓ પાસેથી લેપટોપ સહિતનો પોલીસે મુદ્દા માલ જપ્ત કર્યો છે. પોલીસની સૌથી મોટી કાર્યવાહીમાં ત્રણ શખ્સોની અટકાયત કરી છે. તેમજ કુલ 1,54,500 નો મુદ્દા માલ પકડી પાડેલો છે. આ સાથે જ પોલીસ દ્વારા આગળ તપાસ હાથ ધરવામાં આવી છે.

સુરતમાં ઝડપાયું કોલ સેન્ટર

આ અગાઉ સુરતમાં ચાલતા કોલ સેન્ટર ઉપર સુરત પીસીબી દ્વારા રેઇડકરવામાં આવી હતી.પોલીસે કરેલી આ રેઇડમાં બહાર આવ્યું હતુ કે આરોપીઓ ઘરેથી ડેટા એન્ટ્રીનું કામ કરવાનું કહીને પાંચ દિવસમાં 25 થી 30 હજાર કમાવાની લાલચ આપતા હતા. અને તે બાદમાં કોન્ટ્રાકટનો ભંગ કર્યો હતો તેવું કહીને તેઓ પેનલ્ટીના નામે મોટી રકમ લોકો પાસે પડાવતા હતા.

સુરતના નાનપુરા ટીમલીયાવાડ ગાંધી પેલેસના પાંચમા માળે આવેલા એમેઝોન ઇઝી સેલ નામના કોલ સેન્ટર ચાલે છે તે માહિતી ના આધારે સુરત પીસીબીએ રેઈડ કરી 7 કર્મચારીને ઝડપી પાડી તેમની પાસેથી 37 મોબાઈલ ફોન, 6 લેપટોપ, 10 કોમ્પ્યુટર, રોકડા રૂ.11,530 મળી કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">