Bhavanagar : ડમી કાંડ બાદ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ, 10 થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને મેળવી નોકરી
ગુજરાત ઔદ્યોગિક સુરક્ષાદળ કર્મચારી એસોસિએશનના પ્રવક્તા માવજી સરવૈયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે એક જ ગામના 10થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને નોકરી મેળવી છે.
ભાવનગરમાં ડમી કાંડ બાદ વધુ એક ભરતી કૌભાંડનો આક્ષેપ થયો છે. ગુજરાત ઔદ્યોગિક સુરક્ષાદળ કર્મચારી એસોસિએશનના પ્રવક્તા માવજી સરવૈયાએ જિલ્લા પોલીસ વડાને પત્ર લખ્યો છે. જેમાં તેમણે આક્ષેપ કર્યો છે કે એક જ ગામના 10થી વધુ લોકોએ ગેરરીતિ આચરીને નોકરી મેળવી છે.
આ પણ વાંચો : Heat Wave નો પ્રકોપ, દિલ્હી સહિત દેશનો 90 ટકા ભાગ ‘ડેન્જર ઝોન’, અભ્યાસમાં થયો દાવો
જ્ઞાતિવાદ અને સગાવાદના આધારે ગેરરીતિ આચરીને નોકરી અપાવવામાં આવી હતી. જેમાં ખરકડી ગામના હરપાલસિંહ સહિત ૩ શખ્સો મુખ્ય સૂત્રધાર હોવાનો આક્ષેપ છે. સરવૈયા પ્રમાણે, આ કૌભાંડ વર્ષ 2011થી ચાલે છે. અને અત્યાર સુધી 850થી વધુ લોકોએ ગેરકાયદે નોકરી મેળવી છે.
ડમીકાંડમાં એક પછી એક સ્ફોટક ખુલાસા
તો બીજી તરફ રાજ્યભરમાં ફેલાયેલા ડમીકાંડમાં એક પછી એક સ્ફોટક ખુલાસા થઈ રહ્યાં છે. આ ચકચારી કૌભાંડમાં મિલન બારૈયા જ ડમી માસ્ટર હોવાનું સાબિત થયું છે. SITની તપાસમાં મિલન બારૈયાએ ડમી તરીકે અત્યાર સુધીમાં અલગ અલગ સાત પરીક્ષાઓ આપી હોવાનું સામે આવ્યુ છે. મિલન બારૈયાએ ડમી તરીકે અલગ અલગ સાત પરીક્ષાઓ આપી છે. મૂળ તળાજાના સરતાનપર ગામના વતની મિલન બારૈયા ડમી તરીકે SSC-HSC બોર્ડની પરીક્ષા આપી ચૂક્યો છે. મિલન બારૈયા પ્રત્યેક પ્રશ્નપત્ર દીઠ રૂપિયા 25 હજાર લઈને ડમીનો રોલ અદા કરતો હતો.
મિલન બારૈયાએ વર્ષ 2020માં શિક્ષકના દિકરા માટે ધોરણ 12ની ભૌતિકશાસ્ત્રની પરીક્ષા આપી હતી. 2020માં ભાવનગરની સ્વામી વિદ્યામંદિરમાં ડમી તરીકે ધોરણ 12ની અંગ્રેજી વિષયની પરીક્ષા એમ.કે.જમોડ સ્કૂલમાં આપી હતી.
લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી
વર્ષ 2022માં કવિતના ડમી તરીકે લેબ ટેક્નિશિયનની પરીક્ષા આપી. તો 2022માં ભાવેશ જેઠવાના ડમી તરીકે પશુધન નિરીક્ષકની પરીક્ષા આપી. જે બાદ 2022માં રાજપરાના વિદ્યાર્થી માટે વન રક્ષકની પરીક્ષા આપી હતી. વર્ષ 2022માં ધો.10માં જી. એન. દામાણી હાઈસ્કૂલમાં ડમી તરીકે પરીક્ષા આપી હતી. વર્ષ 2022માં ધોરણ 12 સાયન્સના ભાલિયા રાજ માટે મેઘાણી હાઈસ્કૂલમાં પરીક્ષા આપી હતી. જે વિદ્યાર્થીએ મિલન દ્વારા પરીક્ષા પાસ કરી તે હાલ ફિલિપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે.
રાજ્યમાં લાંબા સમયથી સુઆયોજીત રીતે ડમીના નામે પરીક્ષા પાસ કરી નોકરી મેળવવાનું કૌભાંડ ચાલી રહ્યું છે. ડમીકાંડમાં પોલીસના હાથ ઝડપાયેલા મિલન બારૈયાએ SITની તપાસમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોલીસ પૂછપરછમાં મિલન બારૈયાએ અત્યાર સુધી અનેકવાર ડમી તરીકે પરીક્ષા આપ્યાની કબૂલાત કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…