અબુધાબીમાં બનેલુ BAPSનું સ્વામિનારાયણ મંદિર ‘મિલેનિયમ મિરેકલ’ છે : CM ભૂપેન્દ્ર પટેલ
હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું, આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના ઈશ્વરચરણ સ્વામીએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે, સેવા અને પુરુષાર્થના સૂત્ર દ્વારા અબુધાબીમાં મંદિરનિર્માણનું કાર્ય સાકાર થયું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્મવિહારી સ્વામીને સન્માનિત કર્યાં હતા. શાયોના ગ્રુપ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મિડલ ઇસ્ટમાં પ્રથમ ટ્રેડિશનલ હિન્દુ મંદિરની સ્થાપનામાં બ્રહ્મવિહારી સ્વામીની મહત્વની ભૂમિકા બદલ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, અશક્ય જ્યારે શક્યમાં પરિવર્તિત થાય ત્યારે તેને ‘મિરેકલ’ કહેવાય છે. અબુધાબીમાં નિર્માણ પામેલું આ ભવ્ય મંદિર પણ એક પ્રકારે ‘મિલેનિયમ મિરેકલ’ જ છે, જેનો ખૂબ મોટો ફાયદો માનવજાતને મળવાનો છે.
આ પણ વાંચો : ગુજરાતી ગીતમાં કરી બોલિવુડ ગાયક બી પ્રાકે એન્ટ્રી, ‘તું મારો દરિયો ને કાંઠોએ તુ’ ગીત આવી રહ્યું છે પસંદ
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos