ગુજરાતના નોકરી વાંચ્છુકો માટે મોટા સમાચાર, વનરક્ષકની 823 જગ્યાઓ પર થશે સીધી ભરતી

વનપ્રધાન કિરીટસિંહ રાણાએ (Forest Minister Kiritsinh Rana) કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં જાહેર કરવામાં આવશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2022 | 4:55 PM

સરકારી નોકરીની (Government job) તૈયારી કરતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. વન વિભાગે (Forest Department) ભરતીની જાહેરાત કરી છે. વનપ્રધાન કિરીટસિંહ રાણાએ (Forest Minister Kiritsinh Rana) જાહેરાત કરી છે કે વનવિભાગમાં વનરક્ષકની 823 જગ્યાઓ પર સીધી ભરતી (Recruitment) કરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા અંગેની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં કરવામાં આવશે. 1 નવેમ્બરથી 15 નવેમ્બર સુધી તેના ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. ઉમેદવારો ઈ-પેમેન્ટની સુવિધાથી ઘરે બેઠા જ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસેથી પણ ફી ભરી શકશે.

કુલ 823 જગ્યાઓ માટે ભરતી જાહેર

વન પ્રધાને કહ્યું કે, સીએમ ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના યુવાનોને વધુને વધુ સરકારી સેવાઓનો લાભ મળે તે આશયથી આ મહત્વનો નિર્ણય કરાયો છે. ભરતી પ્રક્રિયાની જાહેરાત ટૂંક સમયમાં વર્તમાનપત્રમાં જાહેર કરવામાં આવશે. રાજ્ય સરકારે દાવો કર્યો છે કે જેમ બને તેમ જલ્દી ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે.

મહત્વનું છે કે, અગાઉ વનરક્ષકની 334 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ 283 ઉમેદવારો જ ઉત્તીર્ણ થયા હતા. જેથી તે સમયે 48 જગ્યાઓ ખાલી રહી ગઈ હતી. આ ઉપરાંત સરકારે નવી 775 જગ્યાઓ સાથે કુલ 823 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. આ ભરતી પ્રક્રિયા દરમ્યાન ઉમેદવારોના હિતમાં તેમનો કિંમતી સમય બચે તે માટે ફી ભરવા માટે e pay સિસ્ટમ લાગુ કરવામાં આવશે. જેથી ઉમેદવારો પોતાના ઘરેથી પણ ફી ભરી શકશે અથવા નજીકની પોસ્ટ ઓફિસ જઈને ફી ભરી શકાશે.

વનપ્રધાને જણાવ્યુ હતુ કે, રાજય સરકાર દ્વારા યુવાનોના હિતમાં ત્વરીત નિર્ણય લઈ અગાઉ વહીવટી કારણોસર મોકૂફ રહેલ ભરતી પરીક્ષા પૂર્ણ કરી, નવેસરની ખાલી પડેલ જગ્યાઓ અંગે નવી ભરતી પ્રક્રિયા હાથ ધરવાનો નિર્ણય કરાયો છે. બીટગાર્ડ વન અને વન્યપ્રાણીનું સંરક્ષણ અને સંવર્ધન માટે ખૂબ જ પાયાની પોસ્ટ છે. સરકારને વિશ્વાસ છે કે, આવા બીટગાર્ડ મળવાથી વનો, વન્યપ્રાણીઓનું સંરક્ષણ-સંવર્ધન અને વનોના આજુબાજુ રહેતા આદિવાસીઓના ઉત્થાન માટે મદદરૂપ થશે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">