ક્ષત્રિય સમાજના વિરોધ પર પહેલીવાર બોલ્યા અમિત શાહ, કહી આ મોટી વાત, જાણો અહીં-VIDEO

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચાર કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં છે, જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા છે. આ દરમિયાન પ્રથમ વખત તેમણે ક્ષત્રિય સમાજ દ્વારા ચાલી રહેલા આંદોલન અંગે પ્રતિક્રિયા આપી છે.

| Updated on: Apr 18, 2024 | 3:42 PM

કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલા નિવેદન પર પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે પરષોત્તમ રૂપાલાએ આ મામલે દિલથી માફી માંગી છે.ત્યારે હું પણ આ મામલે માફી માંગુ છું. ગુજરાતની 26 એ 26 સીટો પર કમળ ખિલવશેનું જણાવ્યું હતુ. હકીકતમાં કેન્દ્રીય મંત્રી રૂપાલાએ વાલ્મિકી સમાજના એક કાર્યક્રમમાં નિવેદન આપ્યું હતું જે બાદથી ક્ષત્રિયો રુપાલાની વિરુદ્ધ છે અને વિરોધ નોંધાવી રહ્યા છે.

તેમના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં રોષ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં મહિલાઓ આગળ આવી હતી. મહિલાઓએ કહ્યું કે કેન્દ્રીય મંત્રીએ તેમની અખંડિતતા પર પ્રહારો કર્યા છે. મામલો વધતો જોઈ પરષોત્તમ રૂપાલાએ માફી માંગી હતી. તેણે કહ્યું, ‘મેં જે કહ્યું તે મારો અર્થ નહોતો. હું અત્યંત દિલગીર છું.

અમિત શાહે ક્ષત્રિય સમાજની માફી માંગી

રુપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે તો તે અંગે સવાલ પુછતા અમિત શાહે કહ્યું હતુ કે આ મામલે રુપાલાજી પહેલા જ માફી માંગી ચૂક્યા છે હવે હું પણ માંગુ છું. હવે કોઈ નારાજગી જોવા મળી રહી નથી તેમજ ક્ષત્રિયો સહિત દેશવાસીઓ ભાજપને સાથ આપી આ વખતે ફરી ગુજરાતમાં કમળ ખિલવશે

સમગ્ર દેશમાં મૂળ 400ને પારનો – અમિત શાહ

તે જ સમયે, કેન્દ્રીય ગૃહમંત્રીએ તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરમાં રોડ શો કર્યો હતો, જેમાં ભારે ભીડ ઉમટી હતી. TV9 સાથે વાત કરતા અમિત શાહે કહ્યું કે જીતનો નિર્ણય જનતા કરે છે, પરંતુ ઉત્સાહ જોઈને હું કહી શકું છું કે અમે છેલ્લી ચૂંટણી કરતાં વધુ સારું પ્રદર્શન કરવાના છીએ. સમગ્ર દેશમાં મૂડ 400ની ઉપર છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સતત પ્રચાર કરી રહ્યા છે. ઘણા રાજ્યોમાં પ્રચાર કર્યા બાદ આજે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં છે, જ્યાં તેમણે જોરદાર રોડ શો કર્યા છે. તેઓ તેમના લોકસભા મતવિસ્તારના તમામ 7 વિધાનસભા મતવિસ્તારોમાં સવારે 9 થી સાંજના 7 વાગ્યા સુધી સતત રોડ શો કરશે.

Follow Us:
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
ગુજરાતમાં હીટવેવની આગાહી, જાણો ક્યા જિલ્લામાં ક્યું એલર્ટ અપાયુ
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
અમિત શાહનો પ્રહાર, કોંગ્રેસના રાજમાં 6-6 મહિના કર્ફ્યૂ રહેતા
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
કોંગ્રેસ નેતા પવન ખેરાનો દાવો, ગુજરાતની અડધો અડધ બેઠકો જીતશે કોંગ્રેસ
g clip-path="url(#clip0_868_265)">