આગાહીકાર અંબાલાલ પટેલે ફરી રાજ્યના હવામાનને લઈને અને વરસાદને લઈને મોટી આગાહી કરી છે. રાજ્ય પર વધુ એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. 4 થી 5 સપ્ટેમ્બરમાં બીજુ લો પ્રેશર બનતા મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ધોધમાર વરસાદ ખાબકશે. બંગાળના ઉપસાગરમાં બનેલી વરસાદી સિસ્ટમથી ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. જે 10 સપ્ટેમ્બર સુધી રહેશે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 12 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે. ઉત્તર ગુજરાત, બનાસકામઠા અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.
અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં ભાદરવા માસમાં પણ શ્રાદ્ધ પક્ષમાં પણ વરસાદી માહોલ જોવા મળશે. ભાદરવી પૂનમે પણ ભારે થી અતિ ભારે વરસાદ થવાની અંબાલાલે આગાહી કરી છે. રાજ્યમાં 13 સપ્ટેમ્બરથી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે. રાજસ્થાન સંલગ્ન વિસ્તારોમાં વરસાદ આવશે. 22 થી 25 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં વરસાદ રહેશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સહીત રાજ્યભરમાં વરસાદ રહેશે. 26 થી ૫ ઓક્ટોબર સુધી ગાજવીજ સાથે વરસાદ આવશે. ગાજવીજ સાથે ભારે વરસાદ અને સમુદ્ર કિનારે પવન ફૂંકાશે.
Input Credit-Ravindra Bhadoria- Gandhinagar
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 1:12 pm, Tue, 3 September 24