Rajkot Video : મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ, ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આપ્યો આ જવાબ

ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી ભાજપના સભ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2024 | 2:23 PM

ભાજપના સદસ્યતા અભિયાનને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો છે. મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી ભાજપના સભ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રાજકોટની રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલમાં આ બનાવ બન્યો હતો. જૂનાગઢના કમલેશભાઈ ઠુમ્મર નામના દર્દીને કડવો અનુભવ થયો છે. મોતિયો ઉતરાવવા હોસ્પિટલમાં દાખલ થયા અને ભાજપના સભ્ય બનાવી દેવાયા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

દર્દીઓને છેતરપિંડીથી ભાજપના સભ્ય બનાવવાનો આક્ષેપ

મળતી માહિતી મુજબ રાત્રિના સમયે અજાણ્યા યુવકે ઊંઘમાંથી ઉઠાડી મોબાઈલ નંબર લઈ OTP માગ્યો હતો. દર્દીએ હોસ્પિટલના સ્ટાફમાંથી હશે તેમ સમજી OTP આપ્યો તો ભાજપના સભ્ય બની ગયા હોવાનો મેસેજ મોબાઇલમાં આવ્યો. તે સમયે વોર્ડમાં 300થી વધારે દર્દીઓ દાખલ હોવાનું પણ જાણવા મળ્યુ છે. તમામને ઊંઘમાંથી ઉઠાડીને OTP માંગ્યાનો કમલેશ ઠુમ્મરનો આક્ષેપ કર્યો છે. જો કે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે.

તમામ દર્દીઓ જૂનાગઢના હતા રહેવાસી

છેતરપિંડી દ્વારા ભાજપના સભ્યો બનાવવાના વાયરલ વીડિયો અંગે રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલનો ખુલાસો કર્યો છે. 16 ઓક્ટોબરે જૂનાગઢની ત્રિમૂર્તિ હોસ્પિટલમાં કેમ્પ હતો. મોતિયાના ઓપરેશન માટે આવેલા દર્દી સાથે સગા પણ આવ્યા હતા.

દાખલ તમામ દર્દીઓ જૂનાગઢના રહેવાસી હોવાનું જણાવ્યુ છે. મૂળ જૂનાગઢના દર્દીના સગાએ જ લોકોને સદસ્ય બનાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સદસ્યતા અભિયાન અંગે હોસ્પિટલના સ્ટાફને કંઈ જાણ ન હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે. હોસ્પિટલ દ્વારા સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા છે.

ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ આપ્યો આ જવાબ

ભાજપના સદસ્યતા અભિયાનમાં ગેરરીતિનો મામલો અંગે ગોરધન ઝડફિયાનું નિવેદન આપ્યુ છે. દર્દીઓને સદસ્ય બનાવવા અંગે ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ પાંગળો બચાવ કર્યો છે. જબરદસ્તીથી અમે સભ્ય બનાવતા નથી તેવુ ઝડફિયાએ જણાવ્યુ છે. OTP આવે છે તે સ્વેચ્છાએ આપે પછી સભ્ય બને છે.

રેફરન્સ નંબર દ્વારા પ્રાથમિક સભ્ય બનાવવામાં આવે છે. ટાર્ગેટ જેવું નથી પણ જ્યાંથી આવા કિસ્સા સામે આવ્યા ત્યાંથી રિપોર્ટ મેળવ્યા છે. શિક્ષકો શું કામ સદસ્ય ના બને, વાલીઓ પણ કેમ સદસ્ય ના બને ? જેવા સવાલો ગોરધન ઝડફિયા કર્યાં હતા.

Follow Us:
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
મોતિયાના દર્દીઓ પાસેથી OTP માગી BJPના સભ્ય બનાવ્યાનો આક્ષેપ
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
બાઇક ચાલકે હેલ્મેટ ન પહેર્યુ, ત્યાં સુધી સિગ્નલ ગ્રીન ન થયુ, જુઓ Video
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
રાંધણ ગેસની પાઈપ નીકળી જતા લાગી ભીષણ આગ, 9 લોકો દાઝ્યા
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
ચીખલીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના દરોડા, આયુર્વેદિક દવાનો જથ્થો ઝડપાયો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થશે, જાણો રાશિફળ
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં વંટોળ સાથે વરસાદની આગાહી
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
સુરતઃ હવાલા નેટવર્કનો આંકડો 100 કરોડનો પાર પહોંચ્યો- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
જામનગરમાં ઘરે ઘરે માંદગીના ખાટલા, રોગચાળાએ મુકી માઝા- Video
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
સુરતમાં મેટ્રોની કામગીરીથી ત્રસ્ત વેપારીઓએ કલેક્ટર સમક્ષ માંડ્યો મોરચો
g clip-path="url(#clip0_868_265)">