AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dang : સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, જુઓ Video

Dang : સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી, જુઓ Video

| Updated on: Oct 18, 2024 | 9:04 PM
Share

ડાંગ જિલ્લાના સુબીર ખાતે ઠંડા પીણા અને મીઠાઈની દુકાનમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે રેડ કરી. ઘટના એવી હતી કે, આઈસ્ક્રીમ લેવા ગયેલ વ્યક્તિએ પેકેટ ઉપર નજર કરતા આઈસ્ક્રીમ એક્સપાયરી ડેટ વાળી જોવા મળી હતી. આ મામલે લોકોએ દુકાનનો ઘેરાવો કર્યો હતો અને ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરીએ જાણ કરી હતી. જે બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.

ડાંગ જિલ્લાના સુબીર તાલિકાના મુખ્ય મથક સુબીર ગામે ચોકડી પાસે આવેલી ઠંડા પીણા અને મીઠાઈની દુકાને તા.16 ઓક્ટોબરે સાંજે આઠ વાગ્યાના અરસામાં સુબીર ગામના એક વ્યક્તિ આઈસ્ક્રીમ લેવા ગયો હતો. આઇસ્ક્રીમ લીધા પછી તેમણે જોયું તો એક્સપાયરી ડેટ વાળી આઈસ્ક્રીમ હતી.

આ મામલે ગામમાં આજુબાજુ જાણ થતાં તરત જ જાગૃત નાગરિકોએ દુકાનનો ઘેરાવો કર્યો હતો અને ફ્રૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ કચેરીએ જાણ કરી તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવતા ડ્રગ્સ વિભાગ સાંજના સમયે આવી શકે તેમ ન જણાતાં તાત્કાલિક પોલીસને જાણ કરી અને દુકાનનું શટર બંધ કરાવી ત્યાં જી આર ડી,હોમગાર્ડની બંદોબસ્ત મૂકી દેવામાં આવ્યો હતો.

બીજા દિવસે ફ્રૂટ એન્ડ ડ્રગ્સ વિભાગ પોલીસ બંદોબસ્ત સાથે દુકાનનું શટર ખોલાવી અને તમામ વસ્તુની એક્સપાયરી ડેટ ચેક કરવામાં આવી અને મીઠાઈ તેમજ આઇસ્ક્રીમનું સેમ્પલ લઈને તપાસમાં મોકલવામાં આવ્યું હતું. ત્યારબાદ સુબીર ખાતે અન્ય ચાર દુકાનોએ પણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આકસ્મિક તપાસ હાથ ધરાઈ હતી.

Published on: Oct 18, 2024 09:04 PM
g clip-path="url(#clip0_868_265)">