ઈઝરાયલ PM નેતન્યાહુના ઘર પર હિઝબુલ્લાહનો હુમલો, ડ્રોન એટેકમાં થયું મોટુ નુકસાન
હિઝબુલ્લાહ અને ઇઝરાયેલ વચ્ચેનો સંઘર્ષ વધુ ઉગ્ર બન્યો છે, હિઝબુલ્લાએ આજે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર પર ડ્રોન હુમલો કરવાનો દાવો કર્યો છે. આઈડીએફના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં ત્રણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો
હિઝબુલ્લાહએ નેતન્યાહુના ઘર પર ડ્રોન વડે હુમલો કરવાનો દાવો કર્યો છે. હિઝબુલ્લાહે ઈઝરાયેલના સીઝેરિયા વિસ્તારમાં ત્રણ ડ્રોન વડે હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, હિઝબુલ્લાહ દ્વારા કરવામાં આવેલા આ હુમલાનું અસલી નિશાન આ વિસ્તારમાં હાજર ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુનું ખાનગી નિવાસસ્થાન હતું.
જોકે, ઈઝરાયેલે હિઝબુલ્લાહના બે ડ્રોન તોડી પાડ્યા છે. પરંતુ એક ડ્રોન સીઝેરિયામાં એક બિલ્ડિંગને ટક્કર માર્યું છે. IDF અનુસાર, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. મળતી માહિતી મુજબ ઈઝરાયેલની સેનાએ બે ડ્રોન તોડી પાડ્યા છે અને સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે.
ડ્રોન હુમલા અંગે ઈઝરાયેલે શું કહ્યું?
સીઝેરિયામાં થયેલા ડ્રોન હુમલાને લઈને ઈઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે પણ એક નિવેદન જાહેર કર્યું છે જેમાં કહેવામાં આવ્યું છે કે બેન્જામિન નેતન્યાહુ અને તેમની પત્ની હુમલા સમયે તેમના સીઝરિયા નિવાસસ્થાન પર ન હતા. હિઝબુલ્લાહનો ડ્રોન હુમલો વડાપ્રધાનના નિવાસસ્થાનને નિશાન બનાવવાનો પ્રયાસ હતો જેવો હિઝબુલ્લાના ડ્રોન આ વિસ્તારમાં પ્રવેશ્યા કે તરત જ સાયરન વાગવા લાગ્યું. જે બાદ ઈઝરાયેલ સેનાએ હેલિકોપ્ટરથી ડ્રોનને નિશાન બનાવ્યું હતું.
શું હિઝબુલ્લાહ નસરાલ્લાહના મૃત્યુનો બદલો લઈ રહ્યો છે?
ઇઝરાયેલે 23 સપ્ટેમ્બરથી લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ લશ્કરી અભિયાન શરૂ કર્યું હતું, જે દરમિયાન 27 સપ્ટેમ્બરે બેરૂતમાં એક હવાઈ હુમલામાં હિઝબોલ્લાના ચીફ હસન નસરાલ્લાહ માર્યા ગયા હતા.
ઑક્ટોબરના પ્રથમ સપ્તાહમાં, ઇઝરાયેલે નસરાલ્લાહના ઉત્તરાધિકારી સફીદ્દીનની હત્યા કરવાનો દાવો પણ કર્યો હતો. ત્યારપછી હિઝબુલ્લાએ ઈઝરાયેલ પર હુમલા તેજ કર્યા છે, થોડા દિવસો પહેલા હિઝબુલ્લાના ડેપ્યુટી ચીફ નઈમ કાસિમે કહ્યું હતું કે ઈઝરાયેલના તમામ વિસ્તાર તેના નિશાના પર છે.
લેબનોનમાં ઇઝરાયેલના હુમલા ચાલુ
બીજી તરફ લેબનોનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયેલના હુમલા ચાલુ છે. 23 સપ્ટેમ્બરથી ચાલી રહેલા આ હુમલાઓમાં અત્યાર સુધીમાં લગભગ 2000 લોકો માર્યા ગયા છે. 12 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. વાસ્તવમાં ગાઝામાં ચાલી રહેલા યુદ્ધની સાથે હિઝબુલ્લાહ ઈઝરાયલના ઉત્તરી વિસ્તારો પર હુમલો કરી રહ્યો હતો, જેના કારણે 60 હજાર યહૂદીઓએ પોતાના ઘર છોડવા પડ્યા હતા.
ઈઝરાયેલે આ યહૂદીઓને ઉત્તરીય પ્રદેશમાં પુનઃસ્થાપિત કરવાના ધ્યેય સાથે હિઝબુલ્લાહ સામે એક મોટી લશ્કરી ઝુંબેશ શરૂ કરી હતી. આ સમય દરમિયાન, તેણે હિઝબુલ્લાહના લગભગ સમગ્ર ટોચના નેતૃત્વને ખતમ કરી દીધું છે, પરંતુ ઇઝરાયેલના હુમલાઓને કારણે, હિઝબુલ્લાહ વધુ આક્રમક બન્યું છે અને હવે તે નેતન્યાહૂના ઘરને પણ નિશાન બનાવી રહ્યું છે.