અનિલ અંબાણીને મળી મોટી રાહત

19 Oct, 2024

અનિલ અંબાણીને સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (SAT) તરફથી રાહતના સમાચાર મળ્યા છે.

ખાસ વાત એ છે કે અનિલ અંબાણીની અપીલ પર સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે 25 કરોડ રૂપિયાના દંડ પર રોક લગાવી દીધી છે.

SAT દ્વારા એક શરત પણ મૂકવામાં આવી છે. મળતી માહિતી મુજબ દંડની રકમના 50 ટકા રકમ જમા કરાવવાની રહેશે.

SAT દ્વારા અનિલ અંબાણીને 50 ટકા રકમ જમા કરાવવા માટે 4 અઠવાડિયાનો સમય આપવામાં આવ્યો હતો.

બીજી તરફ, સિક્યોરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલે પણ સેબીને 4 અઠવાડિયામાં તેનો જવાબ દાખલ કરવા જણાવ્યું છે.

સેબીએ અનિલ અંબાણી અને RHFLના ભૂતપૂર્વ અધિકારીઓ સહિત 24 અન્ય સંસ્થાઓ પર 5 વર્ષનો પ્રતિબંધ લાદ્યો હતો.

સેબીએ અનિલ અંબાણી પર ફંડ ડાયવર્ઝનનો આરોપ મૂક્યો હતો અને તેમને દંડ તરીકે 25 કરોડ રૂપિયા જમા કરાવવા કહ્યું હતું.

અનિલ અંબાણીએ સેબીના આદેશને SATમાં પડકાર્યો હતો, જે બાદ અનિલ અંબાણીને રાહત મળી છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.