જામનગરમાં વકર્યો રોગચાળો, જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના નોંધાયા 300 થી વધુ કેસ- Video

જામનગરમાં વકર્યો રોગચાળો, જી.જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના નોંધાયા 300 થી વધુ કેસ- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 18, 2024 | 8:42 PM

હાલ રાજ્યમાં ડબલ સિઝન અનુભવાઈ રહી છે. જેને કારણે ઠેર ઠેર માંદગીના ખાટલા છે અને રોગચાળો વકરી રહ્યો છે. જામનગર શહેરમાં પણ રોગચાળાએ માઝા મુકી છે. જી. જી. હોસ્પિટલમાં ડેન્ગ્યુના 300 થી વધુ કેસ નોંધાયા છે.

જામનગરમાં રોગચાળાએ માથુ ઉચક્યું છે અને ઘરે ઘરે પથરાયા છે બીમારીના ખાટલા. ખાસ કરીને મચ્છરજન્ય એટલે કે ડેન્ગ્યૂના કેસમાં વધારો નોંધાયો છે…આરોગ્ય વિભાગના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ જીજી હોસ્પિટલમાં જ 300થી વધુ કેસનો નોંધાયા છે. જ્યારે શહેરમાં 90થી વધુ ડેન્ગ્યૂના કેસ જોવા મળતા, આરોગ્ય તંત્રમાં દોડધામ સર્જાઇ છે.

રોગચાળાએ માથુ ઉચકતા આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે અને 211 ટીમોની રચના કરીને ડોર ટુ ડોર સરવેની કામગીરી શરૂ કરવામાં આવી છે. સાથે જ રહેણાંક વિસ્તારોમાં ફોગિંગ, દવા અને પાવડરનો છંટકાવની કામગીરી પર હાથ ધરાઇ છે. આ સિવાય પાણીની ટાંકીમાં ક્લોરિનેશન જેવી કામગીરી હાથ ધરાઇ છે. તંત્રની અપીલ છે કે નાગરિકો પણ રોગચાળાની સિઝનમાં પોતાના આરોગ્યની કાળજી રાખે.

Input Credit- Divyesh Vayeda- Jamnagar

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">