19.10.2024

કરવા ચોથ માટે ક્યો કરવો વધારે શુભ માનવામાં આવે છે ?

Image - Getty Image

કરવા ચોથ વિવાહિત મહિલાઓનું સૌથી મહત્વપૂર્ણ વ્રત કરવામાં આવે છે.

પરિણીત સ્ત્રી માટે આ વ્રત ખૂબ જ ખાસ હોય છે. આવી સ્થિતિમાં તેની પૂજામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓનું વિશેષ મહત્વ હોય છે.

કરવાને ગણપતિનું પ્રતિક માનવામાં આવે છે. એવું કહેવાય છે કે કરવા સાથે જોડાયેલા નળને ભગવાન ગણેશની સૂંઢ માનવામાં આવે છે.

કરવામાં જળ ભરીને તેની પૂજા કરવાથી અને ચંદ્રને અર્ઘ્ય ચઢાવવાથી તમામ શુભ મનોકામનાઓ પૂર્ણ થાય છે.

અનેક ધાતુઓમાંથી બનેલા કરવા બજારોમાં મળે છે. સોના, ચાંદી, તાંબાથી માંડીને માટી સુધીના કરવા બજારમાં મળે છે.

કરવા ચોથની પૂજા માટે માટીના કરવાને શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટીના વાસણને પાંચ તત્વોનું પ્રતીક માનવામાં આવે છે.

વાસ્તવમાં આ કરવા માટી અને પાણીના મિશ્રણથી બનાવવામાં આવે છે. જે જમીન અને પાણીનું પ્રતીક માનવામાં આવે છે.

ત્યારબાદ કરવાને આકાર આપ્યા બાદ તેને સૂર્યપ્રકાશ અને હવામાં રાખવામાં આવે છે. જે આકાશ અને હવાનું પ્રતીક માનવામાં આવે છે. અંતે તેને અગ્નિમાં ગરમ કરીને મજબૂત કરવામાં આવે છે, જે અગ્નિનું પ્રતીક માનવામાં આવે છે.