અમદાવાદ શહેરમાં રોગચાળો વકર્યો, બે મહિનામાં રોગચાળાથી 25 લોકોના મોત
અમદાવાદ શહેરમાં રોગચાળાને લીધે બે મહિનામાં 25 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસથી રોગચાળો વકરતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે.
અમદાવાદ(Ahmedabad) શહેરમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળાને(Epidemic) કાબૂમાં લેવા AMCના આરોગ્ય વિભાગના પ્રયત્નો છતાં સ્થિતિ ઠેરની ઠેર છે. જેમાં અમદાવાદ શહેરમાં રોગચાળાને લીધે બે મહિનામાં 25 લોકોના મોત (Death)થયા હોવાની માહિતી સામે આવી છે.
અમદાવાદ શહેરમાં છેલ્લા બે માસથી રોગચાળો વકરતા સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં ચાલુ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીના નવ મહિનામાં ડેન્ગ્યુના 1125 કેસ અને મેલેરીયાના 627 કેસ નોંધાયા છે. આ ઉપરાંત બિન સત્તાવાર આંક તો આથી પણ વધુ હોવાની પ્રબળ સંભાવના વ્યકત કરાઈ છે.
શહેરના વિવિધ રહેણાંકોમાંથી પાણીના લેવામાં આવેલા 202 સેમ્પલનો ક્લોરિન રિપોર્ટ નીલ આવ્યો છે. બેક્ટોરોયોલોજીકલ ટેસ્ટમાં પાણીના ૧૫૫ સેમ્પલ અનફિટ જાહેર કરાયા છે.
આંકડાની વાત કરીએ તો જાન્યુઆરી-2020થી સપ્ટેમ્બર-2020 સુધીમાં મેલેરીયાના કુલ 436 કેસ નોંધાયા હતા. આ વર્ષે આ સમય દરમ્યાન મેલેરિયાના કુલ 627 કેસ નોંધાયા છે. ગત વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના કુલ 255 કેસ નોંધાયા હતા.આ વર્ષે અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1125 કેસ નોંધાયા છે.
ગત વર્ષે ઝેરી મેલેરીયાના સપ્ટેમ્બર સુધીમાં 35 કેસ નોંધાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં 53 કેસ નોંધાયા છે. ચીકનગુનીયાએ પણ આ વર્ષે શહેરના અનેક લોકોને ભરડામાં લીધા છે. ગત વર્ષે સપ્ટેમ્બર સુધીમાં ચીકનગુનીયાના 196 કેસ નોંધાયા હતા. આ વર્ષે અત્યાર સુધીમાં કુલ 592 કેસ નોંધાયા છે.આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં મેલેરીયાના 165 કેસ, ઝેરી મેલેરીયાના 12 કેસ, ડેન્ગ્યુના 427 કેસ અને ચીકનગુનીયાના 183 કેસ નોંધાયા છે
આ પણ વાંચો : ગુજરાત વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ બનશે નીમાબેન આચાર્ય, જાણો તેમની રાજકીય સફર
આ પણ વાંચો : મહીસાગરના કડાણા ડેમને હાઇએલર્ટ પર મુકાયો, 118 ગામોને એલર્ટ કરાયા