AHMEDABAD : મિશન વિવાનનો અંત, સ્પાઈન મસ્ક્યૂલર એટ્રોફી નામની બીમારીથી પીડાતા વિવાનનું અવસાન

Mission Vivan ends : 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદ માંગી હતી. પરંતુ ઈન્જેક્શન મગાવવા માટે પૂરતું ભંડોળ એકઠું થઈ શક્યું નહોતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 09, 2021 | 10:36 AM

AHMEDABAD : સ્પાઈન મસ્ક્યૂલર એટ્રોફી નામની બીમારીથી પીડાતા વિવાનનું મૃત્યું થયું છે. તેની જિંદગી માટે લાખો લોકો દુવા કરી રહ્યા હતા, પરંતુ 16 કરોડ રૂપિયાનું ફંડ ભેગું થાય તે પહેલા જ તે મોતને ભેટ્યો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં તેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

ગીર સોમનાથના આલિદર ગામના વિવાન નામના બાળકને SMA નામની ગંભીર બીમારી હતી. વિવાનની બીમારીને લઈને તેનો પરિવાર ચિંતામાં હતો. 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે મદદ માંગી હતી. પરંતુ ઈન્જેક્શન મગાવવા માટે પૂરતું ભંડોળ એકઠું થઈ શક્યું નહોતું.

મહત્વનું છે કે આ પહેલા ધૈર્યરાજસિંહ નામના બાળકને પણ આવી બીમારી થઈ હતી.. તે સમયે લોકોએ સહાયની સરવાણી વરસાવતા તેને સમયસર ઈન્જેક્શન મળી ગયું હતું, અને તે ગંભીર બીમારીમાંથી ઉગરી શક્યો હતો.

આ પણ વાંચો : GIR SOMNATH : ઉનાના જાણીતા તબીબ સામે લેન્ડગ્રેબિંગની ફરિયાદ, વન વિભાગની જમીન પર બનાવ્યું વૈભવી ફાર્મ હાઉસ

આ પણ વાંચો : GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">