GANDHINAGAR : સાવરકુંડલા અકસ્માતમાં 8 ના મૃત્યુ, CM RUPANI એ કરી સહાયની જાહેરાત
AMRELI ACCIDENT : મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ આખીયે કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે.

GANDHINAGAR : અમરેલી જિલ્લાના સાવરકુંડલા પાસે બનેલી ગમખ્વાર ટ્રક દુર્ઘટનાની જાણ થતા રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ શોક અને અને ઊંડા આઘાતની લાગણી વ્યક્ત કરી છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ અકસ્માતમાં પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની જાહેરાત કરી છે અને સાથે જ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત અને યોગ્ય મદદ પૂરી પાડવા વહીવટીતંત્રને સૂચનાઓ આપી છે.
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ઈશ્વર મૃતકોના પરિવારજનોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સદગતના આત્માને ચિર શાંતિ આપે એ માટે પ્રાર્થના કરી છે. આ સાથે જ આ આખીયે કમનસીબ ઘટનાની તાત્કાલિક તપાસ કરીને અહેવાલ મોકલવા અમરેલી કલેકટર ને આદેશો આપ્યા છે.
કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ…
— Vijay Rupani (@vijayrupanibjp) August 9, 2021