અમદાવાદ ફ્લાવરશોમાં જવું હવે મોઘું પડશે ! ગત વર્ષની સરખામણીમાં આટલા ટકાનો થયો વધારો, જુઓ Video
અમદાવાદમાં દરેક શિયાળામાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી ફ્લાવર શોને નિહાળવા માટે આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. પરંતુ આ વખતે ફ્લાવરશોમાં જવું મોઘું પડશે.
અમદાવાદમાં દર વર્ષે શિયાળા દરમિયાન ફ્લાવર શોનું આયોજન કરવામાં આવે છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો દૂર દૂરથી ફ્લાવર શોને નિહાળવા માટે આવે છે. આ વર્ષે પણ અમદાવાદમાં ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યુ છે. પરંતુ આ વર્ષે સહેલાણીઓને ફ્લાવર શોની મુલાકાત લેવી મોંઘી પડી શકે છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી ફ્લાવર શો શરુ થવાનો છે જેની ટિકિટમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ફ્લાવર શોની ટિકિટમાં મોટો વધારો કરાયો છે.
સ્પેશિયલ વિઝિટ માટે 500 રૂપિયા ચૂકવવા પડશે
અમદાવાદના ફ્લાવર શોમાં સોમથી શુક્રવારે 70 રુપિયાની એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જ્યારે શનિવાર અને રવિવારે ફ્લાવર શોની ટિકિટ 100 રુપિયા રાખવામાં આવી છે. જ્યારે જો કોઈ વ્યક્તિને સ્પેશિયલ ફ્લાવર શોની વિઝિટ કરવી હોય તે લોકો માટે 500 રુપિયા ચાર્જ રાખવામાં આવ્યો હોવાની જાહેરાત કરવામાં આવી છે. સ્પેશિયલ વિઝિટ માટેનો સમય સવારે 8 થી 9 અને રાત્રે 10 થી 11માં રાખવામાં આવ્યો છે.