મહિલા પોલીસ કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપી યુવતીએ બિભત્સ ગાળો સંભળાવી, માલપુર પોલીસે ધરપકડ કરી
અરવલ્લી જિલ્લાના માલપુરમાં એક યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનની કોન્સ્ટેબલ હોવાની ઓળખ આપીને ધાકધમકીઓ આપી હતી. જેને લઈ યુવકે બેફામ ગાળો બોલીને જાતિ પ્રત્યે અપમાનિત કરવાને લઈ પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. જેમાં યુવતીની તપાસ શરુ કરાતા યુવતીએ ખોટી ઓળખ આપી હોવાનું સામે આવ્યુ હતુ.
પોલીસને શરમાવે એમ એક યુવતીએ ફોનમાં અન્ય યુવકને મહિલા પોલીસ કર્મી હોવાનું કહી બેફામ ગાળો ઝીંકી દીધી હતી. એટલુ તો દેવીપૂજક યુવકને જાતિ પ્રત્યે અપમાનિત કરતી અનેક ગાળો સંભળાવી હતી અને અન્ય જાતિઓ પ્રત્યે પણ અપમાનિત કરતા બેફામ શબ્દો ઉચ્ચાર્યા હતા. ધાક ધમકીઓ અને ગાળોથી પરેશાન થઈને યુવકે સ્થાનિક પોલીસ મથકે જાણ કરી હતી.
આ પણ વાંચો: રામ મંદિરની પ્રતિષ્ઠા થતા હિંમતનગરમાં પ્રસાદ વિતરણ, 1 લાખ પરિવારોના ઘરે પહોંચાડાશે
અસલી પોલીસે તપાસ કરતા સામે આવ્યુ હતુ કે, માલપુરના વિનાયક નગરમાં રહેતી યુવતીએ પોલીસ હોવાની ઓળખ આપી હતી. પોલીસે યુવતી સામે એટ્રોસિટી એક્ટ તથા અન્ય કલમ મુજબ ગુનો નોંધીને તપાસ શરુ કરી ધરપકડ કરી હતી. યુવતીને અમદાવાદ મધ્યસ્થ જેલમાં મોકલવામાં આવી હતી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jan 24, 2024 08:45 PM
Latest Videos