કચ્છના નખત્રાણામાં 5 ઈંચ વરસાદ, પૂરના પાણીમાં ફસાયેલી કારમાંથી લોકોને બહાર કાઢ્યા, જુઓ વીડિયો
નખત્રાણાના મુખ્ય રસ્તા પર ઘસમસતા વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ કારમાંથી લોકોને માંડ માંડ સલામત રીતે બહાર કાઢ્યા હતા. ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં કાર કાઢવાનો પ્રયાસ કરતા કાર ફસાઈ ગઈ હતી.
પૂર્વ રાજસ્થાન તરફ સરકેલ ડિપ ડિપ્રેશનની અસર હેઠળ કચ્છમાં આજે સવારથી જ ભારે વરસાદ વરસી રહ્યો છે. સમગ્ર કચ્છ જિલ્લામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. નખત્રાણામાં સવારના 6થી બપોરના 12 વાગ્યા સુધીના છ કલાકમાં જ પાંચ ઈંચ જેટલો વરસાદ ખાબકતા, ઠેર ઠેર પાણી ભરાયા હતા. નખત્રાણાના મુખ્ય બજારોમાંથી નદીના પ્રવાહની જેમ વરસાદી પાણી વહી રહ્યાં હતા.
નખત્રાણાના મુખ્ય રસ્તા પર ઘસમસતા વરસાદી પાણીમાં કાર ફસાઈ ગઈ હતી. સ્થાનિકોએ કારમાંથી લોકોને માંડ માંડ સલામત રીતે બહાર કાઢ્યા હતા. ભારે વરસાદને કારણે પાણીના પ્રવાહમાં કાર કાઢવાનો પ્રયાસ કરતા કાર ફસાઈ ગઈ હતી.
ભૂજમાં 2 ઈંચ, રાપર, મુન્દ્રા, માંડવીમાં 1 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ભૂજમાં 2 ઈંચ વરસાદને પગલે, મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાઈ ગયા હતા. નખત્રાણા અને ભૂજમાં બજારો ઉપરાંત રહેણાક વિસ્તારોમાં પણ પાણી ફરી વળ્યાં હતા.
Latest Videos