Vadodara Video : ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં 45 દુકાનો પાણીમાં ગરકાવ, તંત્રએ કામગીરી ન કરી હોવાનો દુકાનદારોનો આક્ષેપ
વડોદરામાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સયાજીગંજ વિસ્તારના ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે.
ધોધમાર વરસાદ બાદ વડોદરા શહેરના રસ્તાઓના હાલ-બેહાલ થયા છે.રસ્તા પર ખાડા જ ખાડા જોવા મળ્યા છે.ત્યાં વડોદરામાં વરસાદી પાણી ભરાતા વેપારીઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. સયાજીગંજ વિસ્તારના ફોનિક્સ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે.
અચાનક વરસાદથી વેપારીઓ પોતાનો સમાન બહાર કાઢી શક્યા ન હતા. જેના પગલે 45 જેટલી દુકાનોમાં રહેલો સામાન વરસાદી પાણીમાં પલળીને બગડી ગયો છે.હજુ પણ બેઝમેન્ટમાં આવેલી દુકાનો પાણીમાં ગરકાવ છે.તંત્રએ કામગીરી ન કરી હોવાનો દુકાનદારોએ આરોપ લગાવ્યો છે.
વિશ્વામિત્રી નદીના જળસ્તરમાં ઘટાડો
બીજી તરફ આ અગાઉ વડોદરમાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા. જેના પગલે કેટલાક રસ્તાઓ બંધ કરવામાં આવ્યા હતા. વિશ્વામિત્રી નદીનું જળસ્તર ઘટતા જ કાલા ઘોડા અને મંગલ પાંડે બ્રિજ પર વાહન વ્યવહાર શરુ થયો છે.
Latest Videos
Latest News