નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના બે સહિત પાંચ પ્રોફેસરે લખેલ પુસ્તક “મેન્ટરિંગ બિયોન્ડ AI”નું ડૉ. જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે "મેન્ટરિંગ બિયોન્ડ AI" નામના પુસ્તકના પાંચમાંથી બે લેખકો નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના છે, જે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 13, 2024 | 7:05 PM

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ, ડૉ. જે.એમ. વ્યાસે, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના બે પ્રોફેસરો પ્રો. એસ.એસ. આયંગર અને ડો. નવીન કુમાર ચૌધરી દ્વારા સહ-લિખિત પુસ્તક “મેન્ટરિંગ બિયોન્ડ AI”નું વિમોચન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી (NFSU), ગાંધીનગર ખાતે આજે તા.13મી મે, 2024ના રોજ કરવામાં આવ્યું. સાથે જ ડો. વ્યાસે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના ગાંધીનગર કેમ્પસ સ્થિત સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન સાયબર સિક્યોરિટીના વર્ચ્યુઅલાઈઝેશન વીડિયોનું પણ અનાવરણ કર્યું હતું.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર અને “મેન્ટરિંગ બિયોન્ડ AI” શીર્ષકવાળા પુસ્તકના લેખકમાંના એક, પ્રો. એસ.એસ. આયંગરે, પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ પુસ્તક માત્ર હ્યુમન મેન્ટર્સ અને AI સિસ્ટમ વચ્ચેના સહઅસ્તિત્વના સંબંધને જ ઉજાગર કરતું નથી, પરંતુ તેમાં ઉદ્ભવતા નૈતિક પડકારો, ડાયનેમિક ઇન્ટરએક્શન માટે જરૂરી ઉત્તમ પ્રક્રિયાઓને પણ દર્શાવે છે. આ પુસ્તક વિદ્વાનો અને માર્ગદર્શકો માટે એક દીવાદાંડી તરીકે કામ કરશે, જે ભાવિ માર્ગદર્શન આપશે. જ્યાં શિક્ષણ અને માર્ગદર્શનમાં અમૂલ્ય માનવીય સ્પર્શને બદલે ટેક્નોલોજી સ્થાન લઈ રહી છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના કુલપતિ ડો. જે.એમ. વ્યાસે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે “મેન્ટરિંગ બિયોન્ડ AI” નામના પુસ્તકના પાંચમાંથી બે લેખકો નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના છે, જે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી માટે અત્યંત ગૌરવપૂર્ણ બાબત છે. આ પ્રકાશન આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) ના યુગમાં માર્ગદર્શનની શક્તિને સમજવા અને તેનો ઉપયોગ કરવાની સામૂહિક યાત્રામાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે. જેમ આપણે જાણીએ છીએ તેમ, મેન્ટરિંગ વિદ્યાર્થીઓના જીવન અને કારકિર્દીને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. ખાસ કરીને AI જેવી ઉભરતી ટેક્નોલોજી સંદર્ભમાં આ પુસ્તક વિદ્વાનો સહિત ભાવિને પેઢીને વધુ સશક્ત બનાવશે.

આ પ્રસંગે નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના એક્ઝિક્યુટિવ રજિસ્ટ્રાર સી.ડી. જાડેજા, નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના એમેરિટસ પ્રોફેસર અને પુસ્તકના લેખક પ્રો. એસ.એસ. આયંગર, પેસ યુનિવર્સિટી, બેંગાલૂરુના પ્રો. એચ.બી.પ્રસાદ, અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના ડીન ડો. નવીન કુમાર ચૌધરી મંચ ઉપર બિરાજમાન હતા. જ્યારે કાર્યક્રમ દરમિયાન નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની વિવિધ સ્કૂલ્સના ડીન અને એસોસિયેટ ડીન, અધ્યાપકગણ, સ્ટાફ અને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">