વીડિયો: પાલિકાના વિરોધમાં આજે બોટાદ જિલ્લાનું બરવાળા શહેર રહ્યું સજ્જડ બંધ
બોટાદ જિલ્લાના બરવાળા શહેરમાં આજે સજ્જડ બંધ પાળવામાં આવ્યો છે. વેરા વધારા અને આકારણીમાં લોકોને પડતી હાલાકીને જોતા બરવાળા નાગરિક સમિતિ તરફથી આ બંધ પાડ્યો છે. જેને સારો પ્રતિસાદ પણ મળ્યો છે. બંધને પગલે બજારની મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી.

મહત્વનું છે કે વેરો વધારો, ગટર યોજનાનું અધુરું કામ અને આકારણીને બાબતે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. જો કે બે દિવસ પહેલા નગરપાલિકાની સામાન્ય સભામાં વેરો વધારો પરત ખેંચવા માટે ઠરાવ કરવામાં આવ્યો હતો. જો કે ગટર યોજના અને આકારણીમાં પડતી હાલાકીને પગલે આજે સજ્જડ બંધ પાડીને વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો.
આ પણ વાંચો: વીડિયો: બોટાદના નાગનેશમાં ખાણખનીજ વિભાગના દરોડા, 45 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos