વીડિયો: બોટાદના નાગનેશમાં ખાણખનીજ વિભાગના દરોડા, 45 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાં નદીમાં ખાણખનીજ વિભાગે દરોડા પાડ્યા હતા. અચાનક રેડના કારણે ખનીજ ચોરો ભાગતા જોવા મળ્યા હતા. ખાણખનીજ વિભાગના અચાનક દરોડાના કારણે વાહનો અને મશીનો મુકીને ખીનીજચોરોમાં નાશભાગ મચી ગઈ હતી, જો કે ખાણખનીજ વિભાગે 45 લાખથી વધારેનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નાગનેશ ગામની પાસેથી નિકળતી નદીમાં છેલ્લા અનેક વર્ષોથી ખનીજ માફિયા રેતીની ચોરી કરે છે અને આ કામ થોડા સમય બંધ થાય છે, ત્યારબાદ ફરી ચાલુ કરી દેવામાં આવે છે. દિવસમાં ચેકીંગના ડરના કારણે રાત્રે ખનીજચોરો ટ્રેકટર અને ટ્રકના ફેરા મારે છે.
ખાણખનીજ વિભાગે નાગનેશની નદીમાં ખનીજ માફિયાની પર દરોડા પાડ્યા હતા, જો કે તે સમયે ખનીજચોરો રેતીની ચોરી કરી રહ્યા હતા. ખાણખનીજ વિભાગના અધિકારીઓને જોતા જ ખનીજ માફિયામાં નાશભાગ મચી હતી. જો કે અમુક લોકો પોતાના વાહનો લઈ ભાગ્યા હતા જ્યારે અમુક ખનીજમાફિયા ટ્રેકટર મુકી ભાગી ગયા હતા. ખાણખનીજ વિભાગે 1 લોડર, 4 ટ્રેક્ટર અને બે રેતી ચાળવાના મોટા ચારણા સહિત 45 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ પણ વાંચો: બોટાદ: પઠાણી ઉઘરાણીના કારણે હીરા વેપારીનો આપઘાત, પુત્રએ 6 લોકો સામે નોંધાવી ફરિયાદ, જુઓ વીડિયો
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos