Viral Video: આ વ્યક્તિને આવ્યો એવો ગુસ્સો કે સામાન ફેંકવાના ચક્કરમાં પોતે પણ નીચે પડ્યો

|

Aug 22, 2022 | 11:03 PM

હાલમાં સોશિયલ મીડિયા પર ગુસ્સાને (Angry) લગતો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસીને કહી શકો છો કે 'જૈસી કરની વૈસી ભરની'.

Viral Video: આ વ્યક્તિને આવ્યો એવો ગુસ્સો કે સામાન ફેંકવાના ચક્કરમાં પોતે પણ નીચે પડ્યો
Viral Video
Image Credit source: twitter

Follow us on

ગુસ્સો એ દરેક વ્યકિતના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક વસ્તુ છે, જે વ્યક્તિને કંઈપણ કરવા માટે મજબૂર કરી શકે છે. ભગવાન બુદ્ધે એમ પણ કહ્યું છે કે ક્રોધના કારણે સંબંધો અને તૈયાર કામ પણ બગડી શકે છે. જેના કારણે મોટી સમસ્યાઓ ઉભી થઈ શકે છે. એટલા માટે વ્યક્તિએ પોતાના ગુસ્સા પર કાબૂ રાખતા શીખવું જોઈએ. ઘણી વખત એવું પણ જોવા મળે છે કે લોકો ગુસ્સામાં કોઈની હત્યા કરતા પણ અચકાતા નથી. હાલમાં સોશિયલ મીડિયા પર ગુસ્સાને (Angry) લગતો એક વીડિયો વાયરલ (Viral Video) થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ હસીને કહી શકો છો કે ‘જૈસી કરની વૈસી ભરની’.

આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ પોતાની ઘરની બાલકનીમાં ઉભો છે. તે નીચે ઉભેલા એક વ્યક્તિ સાથે કોઈ બાબતે ઝઘડી રહ્યો છે. તેને તે ઝઘડા વચ્ચે ખુબ ગુસ્સો આવે છે. તે ઘરની અંદર જાય છે અને કંઈક વસ્તુ લઈને આવે છે. તે વસ્તુ  નીચે ઉભેલા વ્યક્તિને મારે છે. તેવામાં તેનું બેલેન્સ પણ બગડે છે અને તે નીચે પડે છે. પછી તે વ્યક્તિની હાલત શું થાય છે તે જાણવા મળ્યુ નથી. કેમેરામાં આ ઘટનાને કેદ કરનાર અને ગુસ્સાને કારણે બાલાકની પરથી નીચે પટકાનારા વ્યક્તિની ભાષા પરથી આ વીડિયો વિદેશનો હોવાનું અનુમાન લગાવી શકાય પણ મનોરંજક વીડિયો આપણને ઘણી શીખ આપી જાય છે.

શું તમને ટ્રકની પાછળ લખેલા 'OK TATA' અને 'Horn OK Please' નો અર્થ ખબર છે?
આદર જૈન અને અલેખા અડવાણી લગ્નગ્રંથિથી જોડાયા, જુઓ ફોટો
મહાકુંભની 'સૌથી સુંદર સાધ્વી' હર્ષા રિચારિયા કોણ છે? જુઓ ફોટો
Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 14-01-2025
Bajra No Rotlo : શું ડાયાબિટીસના દર્દીઓ બાજરાનો રોટલો ખાઈ શકે છે?

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર The Darwin Awards નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોને 8.5 મિલિયન કરતા વધારે લોકોએ જોયો છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો લોકોને હસાવી રહ્યો છે. લોકો આ મનોરંજક વીડિયોને ખુબ શેયર કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયો પર પોતાની અલગ અલગ પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. લોકો તેને ગુસ્સોના કરવાની સલાહ આપી રહ્યા છે. કેટલાક લોકો તેને ફિઝિક્સ અને બેલન્સનું જ્ઞાન લેવાની પણ સલાહ આપી રહ્યા છે. ખરેખર આ વીડિયો ખુબ રમૂજી છે.

Next Article