Viral Video: હવે માર્કેટમાં આવ્યુ ‘લપ્પુ સા સચિન’નું નવું ગીત, સોશિયલ મીડિયા પર જબરદસ્ત થઈ રહ્યું છે વાયરલ

|

Aug 06, 2023 | 12:07 PM

હાલમાં સીમા-સચિન પર બનેલું એક ગીત ચર્ચામાં છે, જે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

Viral Video: હવે માર્કેટમાં આવ્યુ લપ્પુ સા સચિનનું નવું ગીત, સોશિયલ મીડિયા પર જબરદસ્ત થઈ રહ્યું છે વાયરલ
Viral Video Now Lappu Sa Sachin

Follow us on

સચિન મીના અને સીમા હૈદર છેલ્લા ઘણા દિવસોથી ચર્ચાનો વિષય છે. ક્યારેક તેમની લવસ્ટોરીની ચર્ચા થાય છે તો ક્યારેક સીમા હૈદર પાકિસ્તાની જાસૂસ હોવાની ચર્ચા  થાય છે. આ કેસમાં એટીએસ સહિત અનેક તપાસ એજન્સીઓએ સીમા, સચિન અને તેના પિતાની પણ પૂછપરછ કરી છે.  જો કે, આ સિવાય સચિન-સીમાની ચર્ચા મોટાભાગે તેમની લવસ્ટોરી અને ડાન્સની છે. તમે સોશિયલ મીડિયા પર સીમાના ઘણા ડાન્સ વીડિયો પણ જોયા હશે. હાલમાં સીમા-સચિન પર બનેલું એક ગીત ચર્ચામાં છે, જે સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

લપ્પુ સા સચિન પર બનાવી દીધુ ગીત

જો કે આ વીડિયો એટલો જબરદસ્ત છે કે લોકો તેને જોઈને પેટ પકડી પકડીને હસી રહ્યા છે. તમને યાદ હશે કે, થોડા દિવસો પહેલા સચિન મીનાના એક પાડોશીએ આવું નિવેદન આપ્યું હતું, જેના પર લોકોએ ખૂબ મજા લઈ રહ્યા છે અને આ પ્રક્રિયા હજુ પણ ચાલી રહી છે. મહિલાએ ગુસ્સામાં કહ્યું, ‘સચિનમાં શું છે? સચિન લપ્પુ જેવો છે. મહિલા આગળ બોલે છે જીંગુર જેવો છોકરો છે. તેને શું પ્રેમ કરશે તેણી?’. ત્યારે હવે મહિલાનું આ ફની સ્ટેટમેન્ટ એટલું વાયરલ થયું છે કે તેના પર એક ગીત પણ બનાવવામાં આવ્યું છે.

ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ
Kumbh Mela 2025 : કુંભના 5 અનોખા બાબા, જુઓ Photos
Vastu Tips: દીવો ઓલવાયા બાદ વાટને બહાર ન ફેંકો, આ રીતે કરો નાશ
તમારા દરેક ટ્રાન્જેક્શન પર છે આવકવેરા વિભાગની ચાપતી નજર, વાંચો કેવી રીતે આવી શકે છે નોટીસ
વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ફિલ્મી દુનિયામાં એન્ટ્રી કરશે

પ્રખ્યાત સંગીતકાર યશરાજ મુખાતેએ ‘લપ્પુ સચિન’ નામનું ગીત કમ્પોઝ કર્યું છે. તેણે પોતે ગિટાર વગાડતા ગીત ગાયું છે અને તેની વચ્ચે સચિનના પાડોશીનો ડાયલોગ પણ નાખ્યો છે, જે ગીતને વધુ મજેદાર બનાવી રહ્યું છે.

ગીતનો વીડિયો વાયરલ

જેણે પણ આ મજેદાર ગીત સાંભળ્યું, તે પોતાની જાતને હસ્યા વિના રોકી શક્યો નહીં. આ ગીતને યશરાજ મુખાતેએ પોતે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે, જેને અત્યાર સુધીમાં 1.8 મિલિયન એટલે કે 18 લાખ વખત જોવામાં આવ્યું છે, જ્યારે 1 લાખ 86 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. વીડિયો જોયા પછી, લોકોએ વિવિધ ફની પ્રતિક્રિયાઓ પણ આપી છે. કોઈ કહી રહ્યું છે કે ‘આ અદ્ભુત છે’, તો બીજા યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું છે કે, ‘દેશ જાણવા માંગે છે કે, સચિનમાં શું છે?’. તેવી જ રીતે અન્ય એક યુઝરે લખ્યું છે કે ‘જેને ખબર ન હતી, તેને પણ આ ગીત સાંભળ્યા પછી ખબર પડી’.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 12:44 pm, Sat, 5 August 23

Next Article