Twitter Viral Video : કોઈપણ ફેશન શોમાં દરેકની નજર સુંદર મૉડલ અને તેમના દેખાવ પર ટકેલી હોય છે પરંતુ ભૂતકાળમાં પેરિસમાં વેલેન્ટિનોના સ્પ્રિંગ 2023 શો દરમિયાન એક સુપર મોડેલે કંઈક એવું કર્યું જેની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઈ રહી છે. વાસ્તવમાં રેમ્પ વૉક દરમિયાન મોડલ ક્રિસ્ટન મેકમેનામી (Kristen McMenamy) વેલેન્ટિનોના સ્ટિલેટોસ (ઉંચી હીલવાળા શૂઝ)માં ચાલી શકી ન હતી અને રેમ્પ પર પડી હતી. તે એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે તેના સેન્ડલ ઉતારી દીધા અને તરત જ તે જગ્યા છોડી દીધી. જો કે આ દરમિયાન તેની ચાલવાની સ્ટાઈલ પણ જોવા જેવી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં સુપરમોડલ ક્રિસ્ટનને રેમ્પ વોક દરમિયાન સ્ટિલેટોસમાં ચાલવા માટે સંઘર્ષ કરતી જોઈ શકાય છે. બીજી જ ક્ષણે તે ધડાકા સાથે રેમ્પ પર પડી. આ પછી, જાણે તેનો ગુસ્સો સાતમા આસમાને જાય છે. તે તરત જ તેની હિલ્સ ઉતારે છે અને ગુસ્સે થઈ જાય છે અને ત્યાંથી ચાલવા લાગે છે પરંતુ આ દરમિયાન તેની ચાલવાની સ્ટાઈલ પણ જોવા જેવી છે. તે તેના બંને પગ યોગ્ય રીતે રેમ્પ પર રાખી શકતી ન હતી. તેના પરથી અંદાજ લગાવી શકાય છે કે પડી જવાને કારણે તેના પગમાં મચકોડ આવી ગઈ હશે.
આ પણ વાંચો : Song Viral Video: મેટ્રોમાં ગીત ગાઈને યુવકે માહોલ બનાવ્યો, વીડિયો જોઈને તમે થઈ જશો ખુશ
it’s like every season valentino have an issue with their heels? pic.twitter.com/xtdw84YT3x
— michealla✨ (@PRADAXBBY) January 25, 2023
આ વીડિયોને ટ્વિટર પર Michaela નામના યુઝરે @PRADAXBBY હેન્ડલથી શેર કર્યો છે. યુઝરના મતે મોડલના ચાલવામાં કોઈ ભૂલ નથી. એકમાત્ર સમસ્યા વેલેન્ટિનોની હીલ્સની છે. દરેક સિઝનમાં તેના જૂતામાં આવી જ સમસ્યા જોવા મળે છે. આ વીડિયોને બે કરોડથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે યુઝર્સ તેમની પ્રતિક્રિયાઓ નોંધાવી રહ્યા છે.
એક યુઝર કહે છે કે, તેનો ચહેરો જોઈને લાગે છે કે, તેણે કદાચ પહેલા જ કહી દીધું હતું કે, શૂઝ ફિટિંગ નથી અને તેને પહેરવાની ફરજ પડી હતી. અન્ય એક યુઝરે લખ્યું છે, ‘શુઝે મોડલને એવી હાલત કરી દીધી કે તે પગ પર ચાલવાનું જ ભૂલી ગઈ. બીજાએ લખ્યું, ‘વેલેન્ટિનો હજુ પણ મોડલને ખૂબ નાના એવા જૂતા પહેરીને ચાલવા માટે કેવી રીતે મજબુર કરે છે???’