સોશિયલ મીડિયાની દુનિયામાં ખાવા માટે અલગ અલગ પ્રયોગો કરતા હોય છે. ક્યારેક કોઈ ચોકલેટ પાણી પુરી બનાવે છે તો કોઈ ચીઝ સોડા બનાવે છે. જો કે આ રીતે પ્રયોગો કરવા પાછળ લોકોને કઈક અટપટો સ્વાદ માણવા મળે તેને લઈને પ્રયોગો કરતા હોય છે. આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
આ પણ વાચો: શરમજનક! કારમાં પડેલા મૃતદેહના અંગૂઠાની છાપ લઈ રહ્યો છે વકીલ, જુઓ Viral Video
જો કે ઘણા પ્રયોગો ભોજનને સ્વાદિષ્ટ બનાવી દે છે, જેમકે ચોકલેટ સેન્ડવીચ પણ ઘણીવાર આવુ અતરંગી કરવાના ચક્કરમાં ખોરાક સાથે લોકો એવી મજાક કરતા જોવા મળે છે કે તે વીડિયો જોયા બાદ લોકો ગુસ્સે થઈ જાય છે. ત્યારે એવો જ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં એક યુવક સફરજન અને જામફળના ભજીયા બનાવી રહ્યો છે.
આજ કાલ અતરંગી કોમ્બીનેશન વાળુ ફૂડ બનાવવાનો ક્રેઝ ઘણો વધી ગયો છે અને હવે લોકો આ ક્રેઝને અનુસરી પણ રહ્યા છે. ત્યારે હવામાન ગમે તે હોય, પણ સાંજે ચા સાથે થાળીમાં ભજીયા મળી જાય તો મજા આવી જાય..! તમે અલગ-અલગ પ્રકારના ભજીયા તો ખાધા જ હશે. જેમાં મરચાં, બટેટા અને ડુંગળીના ભજીયા તો ચોક્કસ ખાધા જ હશે, આ વાયરલ વીડિયોમાં યુવક એવા ભજીયા બનાવી રહ્યો છે જે જોયા બાદ તમને પણ થશે કે શું ભાઈ ફ્રુટ સાથે આવી મજાક ! તમે સપનામાં પણ નહીં વિચાર્યું હોય આવા ભજીયા વીશે જેમાં યુવક સફરજન અને જામફળના ભજીયા બનાવી રહ્યો છે.
Iftar time, socha fruit pakode bana lun…
Apple Pakoda
Peru Pakoda
Chikoo PakodaSpread the fruitness pic.twitter.com/7nDq6ULsHF
— Mohammed Futurewala (@MFuturewala) April 11, 2023
વિચિત્ર ડમ્પલિંગનો આ વીડિયો ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ક્લિપ જોયા પછી, તમે પણ ચોક્કસ આશ્ચર્યચકિત થઈ જશો કારણ કે તમે ફળોના ડમ્પલિંગ વિશે વાંચ્યું અથવા સાંભળ્યું હશે. આ વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે, વ્યક્તિ પહેલા સફરજન અને જામફળ લે છે અને પછી તેને ગોળાકાર કાપે છે અને તે ફળોને ચણાના લોટમાં નાખીને ડીપ-ફ્રાય કરે છે અને ભજીયા તૈયાર કરે છે અને લોકોને ખાવા માટે આપે છે.
આ વીડિયોને ટ્વિટર પર @MFuturewala નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખ્યા ત્યાં સુધી 6 હજારથી વધુ લોકો તેને જોઈ ચૂક્યા છે અને કોમેન્ટ કરીને પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘ફ્રુટ્સ સાથે આવું કોણ કરે છે ભાઈ! તો બીજી તરફ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘નરકના દરવાજા આ વ્યક્તિ માટે જ ખુલશે.’ આ સિવાય જ્યાં કેટલાક લોકોએ તેને અદ્ભુત કોમ્બિનેશન ગણાવ્યું.. તો બીજી તરફ કેટલાક લોકો ખૂબ જ ક્લાસ ગણાવી રહ્યા છે.
Published On - 3:21 pm, Wed, 12 April 23