AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India Pakistan War : પાકિસ્તાની વ્યક્તિએ ‘ઓપરેશન સિંદૂર’ વિશે મોટી વાત કહી, દરેક ભારતીયનું દિલ જીતી લીધું

વાયરલ વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિએ ભારતના ઓપરેશન સિંદૂરના વખાણ દિલ ખોલીને કર્યા છે. તો ચાલો જાણીએ આ વાયરલ વીડિયોમાં પાકિસ્તાનનો એક વ્યક્તિ શું કહી રહ્યો છે.

India Pakistan War : પાકિસ્તાની વ્યક્તિએ 'ઓપરેશન સિંદૂર' વિશે મોટી વાત કહી, દરેક ભારતીયનું દિલ જીતી લીધું
| Updated on: May 09, 2025 | 1:56 PM
Share

પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ, ભારતે ‘ઓપરેશન સિંદૂર’ શરૂ કરીને બદલો લેવાની કાર્યવાહી કરી છે. જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને POKમાં હાજર 9 આતંકવાદી ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. આ કાર્યવાહી બાદ પાકિસ્તાનમાં દરેક જગ્યાએ ગભરાટનો માહોલ છે. આવી સ્થિતિમાં, આ મુદ્દાને લઈને હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે,જેમણે લોકોનું ધ્યાન ખેચ્યું છે. વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં પાકિસ્તાની વ્યક્તિ ભારતના ઓપરેશન સિંદૂર વિશે ખુલીને વાત કરી રહ્યો છે.આ હુમલાને ભારતીયો માટે ન્યાય ગણાવવામાં આવી રહ્યો છે.

પાકિસ્તાન વિક્ટિમ કાર્ડ રમી રહ્યું છે

વીડિયોમાં જોવા મળી રહેલો આ વ્યક્તિ દુબઈમાં રહે છે. જેનું નામ અભય છે. જે ખુદ પાકિસ્તાની હિંદુ ગણાવી રહ્યો છે. વીડિયોમાં તે કહે છે કે, હું પાકિસ્તાની છું અને સ્પષ્ટ કહું છુ. ભારતને જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે. પહેલા તમે એ લોકો પર હુમલો કરો છો અને જ્યારે તે જવાબ આપે છે. તો અચાનક શાંતિ અને માનવ અધિકારીની વાત કરવા લાગો છો. જ્યારે પહેલગામમાં 26 લોકો માર્યા ગયા ત્યારે કોઈ શાંતિની વાત કરી રહ્યું ન હતુ. હવે જ્યારે ભારતે જવાબ આપ્યો તો પાકિસ્તાન વિક્ટિમ કાર્ડ રમી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Abhay (@abhayy_s)

આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ

વીડિયોમાં પાકિસ્તાન પર આતંકવાદને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે, ન તો ભારત અને ન તો પાકિસ્તાન યુદ્ધ ઈચ્છે છે. પરંતુ જો તમે આતંકવાદીઓને સહારો આપશો તો એક દિવસ તમારા વિરુદ્ધ આવશે. ભારતે હુમલો કર્યો નથી. તેમણે માત્ર જવાબ આપ્યો છે. મારા માટે આ યુદ્ધ નથી પરંતુ ન્યાય છે.

અભયે આ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ abhayy_s પર શેર કર્યો છે. જેને અત્યાર સુધીમાં 3 કરોડથી વધુ લોકોએ જોયું છે અને 19 લાખથી વધુ વખત લાઈક કરવામાં આવ્યું છે.મોટાભાગના યુઝર્સ અભયની વાતનો સપોર્ટ કરી તેના હિંમતના વખાણ કરી રહ્યા છે.

7 મે 2025 ના રોજ ભારતીય સેનાએ “ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો.

g clip-path="url(#clip0_868_265)">