OMG ! ભવિષ્ય જણાવવા વાળો ડોગ, રોજ લોકોનું રાશિ ભવિષ્ય જણાવી-જણાવીને સોશિયલ મીડિયા સ્ટાર બન્યો આ ડોગ
જો કે આ ભવિષ્યવાણી જોનાથન દ્વારા શોધાઈ છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો નૂડલને સ્ટાર માની રહ્યા છે. ઘણા લોકો રોજેરોજ નૂડલની આ આગાહીને અનુસરે છે અને તેના અનુસાર, જ્યારે તેમનો દિવસ જાય છે, ત્યારે તેઓ દંગ રહી જાય છે.
દુનિયામાં એવા ઘણા લોકો છે જેઓ પોતાનો દિવસ સારો બનાવવા માટે સવારે વહેલા ઉઠીને ચોક્કસથી રાશિફળ વાંચે છે. તેઓ માને છે કે રાશિફળનું પાલન કરવાથી તેમનો આખો દિવસ આનંદથી પસાર થશે. જો કુંડળીમાં લખેલું હોય કે સાવધાની રાખવી પડશે તો લોકો આ વાતનું પણ ખૂબ ધ્યાન રાખે છે.
પણ વિચારો કે જો કોઈ પ્રાણી દિવસની ભવિષ્યવાણી જણાવવાનું કામ કરે તો શું તમે માનશો ? આ દિવસોમાં એક કૂતરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે કારણ કે તે લોકોના દિવસ વિશે ભવિષ્યવાણી કરે છે. ઘણા લોકો તેની ભવિષ્યવાણી પર વિશ્વાસ પણ કરે છે.
અમેરિકાના ન્યૂયોર્કમાં રહેતા જોનાથન ગ્રેજિયાનોના (Jonathan Graziano) પેટનું નામ ‘નૂડલ પગ ડોગ’ (Noodle Pug Dog) છે. તે 13 વર્ષનો પગ બ્રીડનો કૂતરો છે જેને લોકો ખૂબ પસંદ કરે છે. પરંતુ નૂડલ તેની ક્યુટનેસને કારણે જ નહીં, પરંતુ એક અન્ય કારણથી સોશિયલ મીડિયા પર ફેમસ છે. ખરેખર, નૂડલ લોકો માટે આગાહી કરે છે. તે કહે છે કે તેમનો દિવસ કેવો રહેશે. જોનાથનને નૂડલ દ્વારા ભવિષ્યવાણી જાણવાની ખૂબ જ અનોખી રીત મળી છે. જોનાથન સવારે તેને ઊંઘમાંથી ઉઠાડે છે, ચાલો જોઈએ કે તે ઉઠ્યા પછી તરત શું કરે છે.
જો તે ઉઠ્યા પછી ફરીથી સૂઈ જાય છે, તો તેનો અર્થ એ કે તે દિવસ ‘નો બોન્સ ડે’ (No Bones Day) હશે. મતલબ કે એ દિવસે લોકોએ ખૂબ જ સાવધાનીથી કામ કરવું જોઈએ, કોઈની સાથે ઝઘડામાં ન પડો અને પોતાના કામથી કામ રાખવું પડશે. બીજી તરફ, જો નૂડલ જાગ્યા પછી બેસી રહે અથવા ચાલવા લાગે, તો તેનો અર્થ એ કે તે ‘બોન્સ ડે’ હશે. જેનો અર્થ છે કે તે દિવસે તમારું અટકેલું કામ પૂર્ણ થઈ જશે. દિવસ શાંતિથી પસાર થશે અને જે પણ કામ તમે ઈચ્છો છો તે આરામથી પૂરા કરશો.
જો કે આ ભવિષ્યવાણી જોનાથન દ્વારા શોધાઈ છે, પરંતુ સોશિયલ મીડિયા પર લોકો નૂડલને સ્ટાર માની રહ્યા છે. ઘણા લોકો રોજેરોજ નૂડલની આ આગાહીને અનુસરે છે અને તેના અનુસાર, જ્યારે તેમનો દિવસ જાય છે, ત્યારે તેઓ દંગ રહી જાય છે. જોનાથનને હજારો લોકો ફોલો કરે છે અને દરરોજ નૂડલ સંબંધિત વીડિયો શેર કરે છે. આટલું જ નહીં, ઈન્સ્ટાગ્રામ સિવાય તે Tiktok પર નૂડલના ઘણા બધા ફોટો અને વીડિયો પણ શેર કરે છે.
આ પણ વાંચો –
Hero Cycles IPO: વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની IPO લાવશે, જાણો શું છે કંપનીની યોજના
આ પણ વાંચો –
Pensioners માટે અગત્યના સમાચાર : વહેલી તકે તમારું Life Certificate સબમિટ કરો નહીંતર પેન્શન અટકી જશે, જાણો છેલ્લી તારીખ અને પ્રક્રિયા
આ પણ વાંચો –