સ્વાદના શોખીનો માટે Bad News, વડાપાઉના ભાવમાં થયો વધારો
સુરતમાં મેંદાના ભાવ વધવાથી વડાપાઉંના ભાવમાં પણ વધારો થયો છે. પહેલાં 20 રૂપિયામાં મળતા વડાપાઉં હવે 25 રૂપિયામાં મળે છે. મેંદા, તેલ અને ઘીના ભાવમાં ઉછાળો આવ્યો છે, જેના કારણે બ્રેડ બનાવનારાઓએ ભાવ વધાર્યા છે. આ ભાવવધારાથી ગ્રાહકો પર ભાર પડશે. વડાપાઉં ઉત્પાદકોનો વિરોધ છતાં, ભાવવધારો અનિવાર્ય બન્યો છે.
તમે વડાપાંઉના શોખીન હોવ તો હવે પછીના સમાચાર તમારા માટે છે. અત્યારે વાત આપણે સુરતની કરીશું, સુરતમાં મેંદાના ભાવ વધારાની સાથે જ વડાપાંઉ મોંઘા થઈ ગયા છે.અત્યાર સુધી 20ના મળતા વડાપાંઉ હવે 25 રૂપિયા ઢીલા કરશો તો જ ખાવા મળશે.પણ અચાનક ભાવ વધારો કેમ આવી ગયો ? આવો જાણીએ..
ગોળના ભીલાની આસપાસ જેમ માખીઓનો ઢગલો હોય એમ કોઈપણ દુકાન કે લારીની આસપાસ માણસોનો ઢગલો હોય તો સમજી લેવું કે અહીં વડાપાંઉ મળતા હોવા જોઇએ.એમાં પણ સુરતના વડાપાંઉની તો વાત જ અલગ છે.
પરંતુ આ ખાવાના શોખીનોએ હવે વડાપાંઉનો ચટાકો માણવા થોડા વધારે રૂપિયા ઢીલા કરવા પડશે…તમને થશે કે અચાનક મોંઘવારી કેવી રીતે આવી ગઈ ? મેંદાના ભાવ વધતા પાંઉ થયા મોંઘા છે જેના કારણે પાંઉના ભાવમાં વધારો થતાં વડાપાંઉ પણ થશે મોંઘા.
બ્રેડ બનાવનારા લોકોનું કહેવું છે કે 50 કિલો મેંદાની કિંમત 1200 રૂપિયા જેટલી હતી તે આજે 2200 રૂપિયા પર પહોંચી છે, તેલા ભાવમાં પણ 600 રૂપિયા વધ્યા છે, ઘી પણ મોંઘુ થયું છે.આ ઉપરાંત પણ અનેક કારણો છે..જેના કારણે તેમણે પાંઉના ભાવમાં વધારો કરવો પડ્યો છે..
એક દિવસ પાંઉના ઉત્પાદકોએ વિરોધ કર્યો પરંતુ આખરે તો તેમણે પણ ધંધો કરવાનો હતો.એટલે બીજા દિવસથી કામ શરૂ કરી દીધું,પરંતુ હવે બધો ભાર કન્યાની કેડ પર એટલે કે ગ્રાહકો પર આવશે.વડાપાંઉના ચાહકોએ હવે એક નોર્મલ વડાપાંઉના 20ને બદલે 25 ચુકવવા પડશે.
હકીકતમાં ઘડિયાળના કાંટે વધતી જતી મોંઘવારીના કારણે બ્રેડના ભાવમાં વધારો કરવા માગતા ભઠ્ઠીવાળાઓને સમતોલ ભાવ નહીં મળતાં તેઓ હડતાળ પર ઉતર્યા હતા..અને ભઠ્ઠી બંધ રહેતા વડાપાંઉના બ્રેડનું ઉત્પાદન નહીં થતાં એક દિવસ વડાપાંઉ વેચાયા નહોતા..અને આ પ્રકારે વડાપાંઉનો ધંધો બંધ રહ્યો હોય એવી ઘટના પણ પહેલીવાર બની હતી.