આઈપીએલ ઓક્શન 2024: હરાજીમાં છવાયા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, સોશિયલ મીડિયા પર બનવા લાગ્યા મજેદાર મિમ્સ, જુઓ

|

Dec 19, 2023 | 6:49 PM

આ વખતની હરાજીમાં તે ખેલાડીઓને પણ કરોડો રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે, જેની કોઈને અપેક્ષા પણ નહતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વેસ્ટ ઈન્ડીઝના બોલર અલ્ઝારી જોસેફને 11 કરોડ રૂપિયાથી પણ વધારેમાં ખરીદ્યો છે.

આઈપીએલ ઓક્શન 2024: હરાજીમાં છવાયા ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ, સોશિયલ મીડિયા પર બનવા લાગ્યા મજેદાર મિમ્સ, જુઓ
Viral Memes

Follow us on

આઈપીએલ 2024 માટે ખેલાડીઓની હરાજી પર પૈસાનો વરસાદ કરવામાં આવી રહ્યો છે. ખેલાડીઓની ખરીદી પર રેકોર્ડ પર રેકોર્ડ બની રહ્યા છે, જેનો ક્યારેય કોઈએ વિચાર પણ નહીં કર્યો હોય. આ ખેલાડીઓ પર એટલા પૈસા ખર્ચ કરવામાં આવી રહ્યા છે કે તે જાણીને લોકો હેરાન થઈ રહ્યા છે. ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ રેકોર્ડબ્રેક કિંમતો પર વેચાઈ રહ્યા છે.

શરૂઆતમાં જ્યારે ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડ 6.80 કરોડમાં વેચાયો તો લોકોને લાગ્યુ કે આ ખુબ જ વધારે પૈસા છે પણ ત્યારબાદ તરત જ પેટ કમિન્સ પર 20.50 કરોડની બોલી લાગી, જે એક મોટો રેકોર્ડ બની ગયો પણ તે માત્ર 1 કલાક માટે જ ત્યારબાદ તો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કે ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો અને હરાજીમાં સૌથી મોંઘો 24.75 કરોડ રૂપિયમાં વેચાયો.

ફસાઈ ગયું પાકિસ્તાન.. ભારત માટે એયરસ્પેસ બંદ કરવાથી તેને થશે કરોડોનું નુકસાન
સૌથી મોટા ઘરની માલકીન છે એક ક્રિકેટરની પત્ની, ગુજરાતમાં છે આ આલીશાન ઘર
સારા તેંડુલકરે પહેલીવાર જોયું પહેલગામનું સૌંદર્ય
Richest Society : અમદાવાદની 6 સૌથી મોંઘી સોસાયટી, વૈભવી જીવન જીવવા લોકોની પહેલી પસંદ
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
Pahalgam Attack : પહલગામના આતંકવાદીઓ સાથે શું કરવું જોઈએ? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

હાલમાં મિચેલ સ્ટાર્ક આઈપીએલ ઈતિહાસમાં સૌથી મોંઘો ખેલાડી બની ગયો છે. તેને કોલકત્તા નાઈટ રાઈડર્સે ખરીદ્યો છે. તેની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા રાખવામાં આવી હતી. જો ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો લખનઉ સુપર જાયન્ટસે શિવમ માવીને 6.40 કરોડમાં ખરીદ્યો છે, જ્યારે ઉમેશ યાદવને ગુજરાત ટાઈટન્સે 5.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. દુબઈમાં ચાલી રહેલી આ હરાજીની ચર્ચા દુનિયાભરમાં થઈ રહી છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર તો લોકો ઘણા પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહી છે અને મજેદાર મિમ્સ પણ શેયર કરી રહ્યા છે.

જુઓ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા મજેદાર મિમ્સ

 

 

આ વખતની હરાજીમાં તે ખેલાડીઓને પણ કરોડો રૂપિયામાં ખરીદવામાં આવી રહ્યા છે, જેની કોઈને અપેક્ષા પણ નહતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વેસ્ટ ઈન્ડીઝના બોલર અલ્ઝારી જોસેફને 11 કરોડ રૂપિયાથી પણ વધારેમાં ખરીદ્યો છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે શ્રીલંકાના દિલશાન મધુશંકાને 4.60 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. ત્યારે ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ડેરિલ મિચેલ 14 કરોડમાં વેચાયો છે, જ્યારે ભારતના હર્ષલ પટેલને 11.75માં ખરીદવામાં આવ્યો છે.