આવી રીતે કોણ સફાઈ કરે…..?, 10માં માળે લટકાઈને કરી બારીની સફાઈ, લોકો આશ્ચર્યમાં મુકાયા
આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર unilad નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. વાયરલ ક્લિપ જોઈને દરેક વ્યક્તિ વિચારી રહ્યા છે કે સ્વચ્છતાનો એવો શું ક્રેઝ છે જે તમારી જિંદગી પર લટકતી તલવાર બની જાય.
થોડાં મહિના પહેલા ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં એક મહિલા ચોથા માળે રેલિંગથી લટકતી અને બારી સાફ કરતી જોવા મળી હતી. આ વીડિયોએ લોકોને ખૂબ જ ચોંકાવી દીધા છે. હવે આવો જ એક વીડિયો ફરીથી સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેને જોઈને લોકોની ચીસ નીકળી ગઈ છે. વાસ્તવમાં, વાયરલ ક્લિપમાં બે મહિલાઓ 10મા માળેથી લટકતી અને બારીઓ સાફ કરતી જોવા મળે છે, તે પણ સલામતી ગિયર વિના. હવે આ વીડિયો પર લોકો જુદી-જુદી વાતો કરી રહ્યા છે.
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, બે મહિલાઓ બિલ્ડિંગની બારીમાંથી લટકીને કાચ સાફ કરી રહી છે. કેમેરાનો એંગલ બદલતાં જ ખબર પડે છે કે બંને મહિલાઓ બહુમાળી બિલ્ડિંગ પરથી લટકીને સફાઈ કરી રહી છે. વીડિયોમાં જોઈ શકાય છે કે મહિલાઓએ કોઈ સેફ્ટી ગિયર પણ પહેર્યા નથી. આ પછી પણ તે નિર્ભયપણે 10મા માળની બારીઓ સાફ કરી રહી છે. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી.
અહીં, જુઓ ચોંકાવનારો વીડિયો
View this post on Instagram
આ ચોંકાવનારો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર unilad નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. એક દિવસ પહેલા અપલોડ કરાયેલા આ વીડિયોને 10 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 57 હજાર લોકોએ તેને લાઈક કર્યો છે. આ સંખ્યા ઝડપથી વધી રહી છે. વીડિયો જોયા બાદ મોટાભાગના યુઝર્સ ચીસ નીકળી ગઈ છે. દરેક વ્યક્તિ એ હકીકત વિશે વિચારે છે કે, સ્વચ્છતાનો એવો શું ક્રેઝ છે કે તે તમારા જીવનને દાવ પર લગાવવું પડે છે.
એક યુઝર કહે છે કે, હું આ વીડિયો જોઈને જ નર્વસ થઈ ગયો છું. અન્ય એક યુઝરે લખ્યું છે, અને તે કહે છે કે મહિલાઓ પુરૂષોની તુલનામાં લાંબુ જીવે છે. અન્ય એક યુઝરે કમેન્ટ કરતા લખ્યું છે કે, એક ભૂલ અને બારી સાફ કરવાનું ભૂત નીકળી જશે. અન્ય યુઝરે લખ્યું છે કે, તે વન્ડર વુમન હોવી જોઈએ. એકંદરે આ વીડિયોએ સોશિયલ મીડિયા યુઝર્સને ચોંકાવી દીધા છે.