Viral Video : દુલ્હન પોતાના જ લગ્નમાં સૂઈ ગઈ! જાનૈયા જોતા જ રહી ગયા
Viral Video : વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બેન્ક્વેટ હોલમાં લગ્નની ખુરશી પર બેઠી છે. વરરાજો બાજુમાં ઉભો છે. કદાચ થાકને કારણે તે નિદ્રામાં સરી પડે છે, તેને આજુબાજુ શું થઈ રહ્યુ છે એ પણ ખ્યાલ રહેતો નથી.
સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારેક-ક્યારેક એવા વીડિયો સામે આવે છે જેને જોઈને હસવું રોકવું મુશ્કેલ થઈ જાય છે. કેટલાક વીડિયો એટલા રમુજી હોય છે કે તેને લાંબા સમય સુધી ભૂલી જવું મુશ્કેલ હોય છે. આ સમયે, આવો જ એક ફની વીડિયો અલગ-અલગ પ્લેટફોર્મ પર સામે આવ્યો છે. આ વીડિયો એક દુલ્હનનો છે જે પોતાના જ લગ્નમાં સૂઈ ગઇ હતી. આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે અને લોકો તેના પર પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.
નિદ્રાધીન કન્યા
વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે દુલ્હન બેન્ક્વેટ હોલમાં લગ્નની ખુરશી પર બેઠી છે. વરરાજો બાજુમાં ઉભો છે. કદાચ થાકને કારણે તે નિદ્રામાં સરી પડે છે, તેને આજુબાજુ શું થઈ રહ્યુ છે એ પણ ખ્યાલ રહેતો નથી. વીડિયો જોઈને ખબર પડે છે કે વરરાજા ઘણા સમયથી તેની પાસે ઉભો છે અને તેના ઊંઘમાંથી જાગવાની રાહ જોઈ રહ્યો છે. પરંતુ તેના લગ્નના દિવસે કન્યા કુંભકર્ણની જેમ ગાઢ નિંદ્રામાં સુતી હોય તેવું લાગે છે.
જુઓ લગ્નનો રમુજી વીડિયો
View this post on Instagram
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા કહ્યુ કે આ તો કુંભકર્ણ કન્યા છે. વર-કન્યાનો આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સે ખૂબ જ પસંદ કર્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં અલગ-અલગ પ્લેટફોર્મ પર હજારો વખત જોવામાં આવ્યો છે. નેટીઝન્સ પણ આ અંગે ટિપ્પણી કરી રહ્યા છે. Theshaadiswag નામના યુઝરે આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર પણ અપલોડ કર્યો છે.