Funny Video: આઈસ્ક્રીમનો ફોટો જોઈ કૂતરાના મનમાં જાગી લાલચ, કરી નાખ્યુ એવુ કામ કે જેને જોઈને લોકો હસી હસીને થયા લોટપોટ

|

Jul 19, 2022 | 6:28 PM

તે બન્ને પ્રાણીઓ માનવીઓ સાથે સૌથી વધારે જોડાયેલા હોય છે અને તેમની હરકતો પણ એટલી જ ફની હોય છે. હાલમાં એક કૂતરાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

Funny Video: આઈસ્ક્રીમનો ફોટો જોઈ કૂતરાના મનમાં જાગી લાલચ, કરી નાખ્યુ એવુ કામ કે જેને જોઈને લોકો હસી હસીને થયા લોટપોટ
Funny Viral Video
Image Credit source: twitter

Follow us on

ફની વીડિયો જોવો કોને ના ગમે? બધાને જ ફની વીડિયો જોવુ બધાને જ ગમે. તેનાથી મૂડ સારો રહે છે અને સ્વાસ્થ્ય પણ સારુ રહે છે. સોશિયલ મીડિયા પર રોજ એવા ઘણા વીડિયો વાયરલ થાય છે. જે લોકોને હસાવે છે. પ્રાણીઓની ફની વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થતા હોય છે. પ્રાણીઓમાં પણ વાંદરા અને કૂતરાના (Dog) વીડિયો વધારે વાયરલ થતા હોય છે. કારણ કે તે બન્ને પ્રાણીઓ માનવીઓ સાથે સૌથી વધારે જોડાયેલા હોય છે અને તેમની હરકતો પણ એટલી જ ફની હોય છે. હાલમાં એક કૂતરાનો વીડિયો વાયરલ (Viral Video) થયો છે.

માણસોને આઈસ્ક્રીમ ખૂબ ગમે છે, પરંતુ આજકાલ કૂતરાઓ પણ આઈસ્ક્રીમ ખાવાનું પસંદ કરવા લાગ્યા છે અને તે એટલુ પસંદ કરવા લાગ્યા છે કે આઈસ્ક્રીમના ફોટો જોઈને તેઓ લલચાઈ જાય છે. વાયરલ વીડિયોમાં પણ કંઈક આવું જ જોવા મળે છે. એક પાલતુ કૂતરો આઈસ્ક્રીમના ફોટો જોઈને લલચાઈ જાય છે જાણે તેણે ક્યારેય આઈસ્ક્રીમ ખાધો જ નથી. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક જગ્યાએ આઈસ્ક્રીમનું બેનર લાગેલું છે, જેના પર ઘણા પ્રકારના આઈસ્ક્રીમના મોટા ફોટો લગાવવામાં આવ્યા છે. આ જોઈને કૂતરો લલચાઈ જાય છે અને બેનરને સાચુ આઈસ્ક્રીમ સમજીને તેને ખાવા લાગે છે. તે આઈસ્ક્રીમ કાપવાનો ખૂબ પ્રયાસ કરે છે, પરંતુ તે છેવટ સુધી સમજી શકતો નથી કે તે આઈસ્ક્રીમ નથી, પરંતુ તેની માત્ર એક ફોટો છે.

આ પણ વાંચો

આ રહ્યો એ વાયરલ વીડિયો

 

આ ફની વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વીટર પર Buitengebieden નામની આઈડી પરથી શેયર કરવામાં આવ્યો છે. માત્ર 22 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 62 લાખથી વધુ લોકોએ જોયો છે. હજારો લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે અને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. વીડિયો જોઈને કેટલાક લોકો કહી રહ્યા છે કે ‘કોઈ આ કૂતરાને સાચુ આઈસ્ક્રીમ ખવડાવો’.

Next Article