Weird Food: વ્યક્તિએ ગરમ તેલમાં દ્રાક્ષ નાખીને બનાવ્યા ગ્રેપ્સ ફ્લેવર પોપકોર્ન, લોકોએ આપ્યા આવા રિએક્શન

અવાર-નવાર વિચિત્ર ફુડના વીડિયો વાઈરલ (Weird Food Experiment) થતાં રહે છે. સાંભળ્યો ન હોય તેવાં કોમ્બિનેશન ઘણાં લોકો બનાવતા રહે છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે ચોંકી જશો.

Weird Food: વ્યક્તિએ ગરમ તેલમાં દ્રાક્ષ નાખીને બનાવ્યા ગ્રેપ્સ ફ્લેવર પોપકોર્ન, લોકોએ આપ્યા આવા રિએક્શન
Popcorn and Grapes Viral Video
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 1:10 PM

તમે તમારા જીવનમાં અલગ-અલગ પ્રકારની વસ્તુઓ ખાધી હશે અને હજુ પણ અવનવી વાનગીઓ ટ્રાય કરતા હશો. ક્યારેક આપણને કોઈ ઓથેન્ટિક વાનગી ખાવાનું મન થાય છે, તો ક્યારેક આપણે ખાવા-પીવામાં પણ કેટલાક વિચિત્ર પ્રયોગો કરીએ છીએ. જો કે હાલમાં ઈન્ટરનેટ પર એક ગ્રેપ ફ્લેવર પોપકોર્ન વીડિયો (Grape Flavour Popcorn Video) પણ લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહ્યો છે, જે ટેસ્ટી નથી પણ વિચિત્ર લાગે છે.

ટાઈમપાસ ડીશ તરીકે પોપકોર્ન દુનિયાભરમાં ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ક્લાસિક પોપકોર્ન, મસાલા પોપકોર્ન, પેરી-પેરી પોપકોર્ન, કારામેલ, ચોકલેટથી માંડીને ફ્રૂટ પોપકોર્ન પણ લોકોને ગમે છે. હવે એક વ્યક્તિએ તપેલીની અંદર ગરમ તેલમાં એક વ્યક્તિએ દ્રાક્ષ નાખી અને તેમાં તળેલા પોપકોર્ન (Popcorn and Grapes) તળી નાખ્યા છે. આ રેસિપી જોઈને સોશિયલ મીડિયા પરના મોટાભાગના યુઝર્સ તેને સહન કરી શકતા નથી.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

જૂઓ આ વિચિત્ર ફુડનો વીડિયો…….

વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ દ્રાક્ષનો ઝૂમખો તેલમાં નાખે છે. જ્યારે દ્રાક્ષ તેલમાં ફાટી જાય છે, ત્યારે તે તેમાં પોપકોર્નનું એક મોટું પેકેટ ખોલીને નાખે છે. તેલ આવ્યા પછી પોપકોર્ન ફૂટવા લાગે છે અને જોતાં જ આખી કઢાઈ લીલા રંગના પોપકોર્નથી ભરાઈ જાય છે. રસપ્રદ વાત એ છે કે, પોપકોર્નનો લીલો રંગ સાબિત કરે છે કે તે દ્રાક્ષ સાથે સ્વાદ ધરાવે છે. જો કે વીડિયો રોમાંચક લાગે છે, પરંતુ તેલમાં તળેલા પોપકોર્નના વિચારથી લોકોને ચક્કર આવી જાય છે.

લોકો થયા નારાજ

આ અનોખી રેસિપીનો વીડિયો Instagram પર nature._.videos નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને 10 લાખથી વધુ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 31 હજારથી વધુ લોકોએ તેને લાઈક કર્યો છે. વીડિયો પર કોમેન્ટ કરીને લોકોએ એક વાત કહી છે. મોટાભાગના લોકો આ રેસીપીથી પ્રભાવિત થયા ન હતા. કેટલાક યુઝર્સે પોપકોર્નમાં તેલ ભરાઈ જવાની ફરિયાદ કરી હતી, જ્યારે એક યુઝરે લખ્યું હતું કે, તેણે જીવનમાં પહેલીવાર આવી વસ્તુ જોઈ છે.

g clip-path="url(#clip0_868_265)">