Funny Video: વાંદરાએ એવી રીતે કર્યો સ્ટંટ કે લોકોએ કહ્યું નક્કી બાબા રામદેવજીની ‘યોગ પ્રશિક્ષણ શિબિર’માં ભાગ લઈને આવ્યો છે

ઘણી વાર પ્રાણીઓના વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થતા રહે છે. જેમાં અમુક વીડિયો એવા પણ હોય છે રમુજ ઉત્પન કરતા હોય છે. એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Funny Video: વાંદરાએ એવી રીતે કર્યો સ્ટંટ કે લોકોએ કહ્યું નક્કી બાબા રામદેવજીની 'યોગ પ્રશિક્ષણ શિબિર'માં ભાગ લઈને આવ્યો છે
monkey running inverted goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2022 | 2:59 PM

વિશ્વમાં આવા ઘણા પક્ષીઓ અને પ્રાણીઓ (Animal and Bird) છે, જે મનુષ્યની વાણીનું અનુકરણ કરે છે અથવા તો તેના કામનું અનુકરણ કરતાં જોવા મળે છે. આમાંનો એક વાંદરો પણ છે. વાસ્તવમાં, તમે વાંદરાને માણસોની જેમ કોઈ પ્રાણીને કે પંખીને ખવડાવતા જોયા હશે. તેના બચ્ચાને પણ અનોખી રીતે માનવોની જેમ જ ખવડાવતા હોય છે. તેને જોવું એક લ્હાવો છે.

પ્રાણી સંગ્રહાલયમાં (Zoo) પણ વાંદરાઓ તમને જોવા મળતા હોય છે. તે પણ તેના બચ્ચાને બધું શીખવતા હોય છે. અને અનુકરણ કરવામાં વાંદરાઓ અવ્વલ નંબર પર આવે છે. પરંતુ આ દિવસોમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો એવી રીતે ચાલતો જોવા મળ્યો કે લોકો હસીને લોટપોટ થઈ ગયા છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

જૂઓ આ રમૂજી વીડિયો……

આ વીડિયોમાં એક વાંદરો યોગ કરતો હોય તેવું લાગી રહ્યું છે. એક તળાવ જેવું લાગી રહ્યું છે. તેની ફરતી માટીની પાળી કરેલી છે જે ટેકરી જેવી લાગી રહી છે. તેના પર એક વાંદરો કૂદકો મારીને ચડે છે. બે-ત્રણ ડગલાં ચાલ્યા પછી તે ઉંધે માથે થઈને આગળના બે હાથ વડે ચાલવા લાગે છે. જાણે એવું જ લાગે છે કે તેને ક્યાંક યોગ શીખ્યા હોય અથવા તો બાબા રામદેવની શિબિરમાં જઈને આવ્યો હોય. આ વાંદરો થોડુંક ચાલીને આગળ જઈને બેસી જાય છે.

આ વીડિયો સોશિયલ મીડિયા ટ્વીટર એકાઉન્ટ Gyanendra Tiwariનાં નામ પર શેયર કરવામાં આવ્યો છે. અને કેપ્શનમાં લખ્યું છે કે, આ છત્તીસગઢનો વાંદરો છે. જૂઓ આની સ્ટાઈલ, ફેન ન બની જાવ તો કહેજો, છત્તીસગઢના બેમેતરા જિલ્લાનો આ વીડિયો વાયરલ થયો છે તેવું જણાવવામાં આવી રહ્યું છે.

ટ્વીટર પર થોડા દિવસ પહેલાં વાયરલ થયેલાં આ વીડિયોને 394Kથી વધુ વખત જોવામાં આવ્યો છે તેમજ 1684 વાર રીટ્વીટ થયો છે. અને 12.1K જેટલી લાઈક મળી છે. એક યુઝરે કહ્યું કે-બંદર નહીં લંગુર છે ભાઈ..! બીજા અન્ય એક યુઝરે કહ્યું કે- બાબા રામદેવજીની ‘યોગ પ્રશિક્ષણ શિબિર’માં ભાગ લઈને આવ્યો છે. આવી જ અવનવી પ્રતિક્રિયાઓ લોકો આપી રહ્યા છે.

g clip-path="url(#clip0_868_265)">