Funny Viral video : સોશિયલ મીડિયાની દુનિયામાં ક્યારે કંઈક રસપ્રદ શું મળી જાય તેની કોઈને ખબર નથી. ઘણી વખત વીડિયોને જોયા પછી તમે હાસ્ય પણ કાબુમાં નથી રહેતું પછી તમે કેટલીક વસ્તુઓને જોઈને આશ્ચર્યચકિત પણ થઈ જાઓ છો. ખાસ કરીને ફની વીડિયોની વાત અલગ છે પરંતુ આ દિવસોમાં જે પ્રૅન્ક વીડિયો સામે આવ્યો છે તે થોડો અલગ છે કારણ કે અહીં એક છોકરો તેના મિત્ર સાથે મસ્તી કરવા માંગતો હતો પરંતુ અંતે તેની સાથે દાવ થઈ ગયો.
આજકાલ લોકો તેમના મિત્રોના જન્મદિવસને ખૂબ જ ખાસ રીતે ઉજવે છે, માત્ર પાર્ટી જ નહીં પણ ખૂબ મજા પણ કરે છે જેથી તેઓ તેમને કાયમ યાદ રાખે..! આ માટેની તૈયારીઓ ઘણા દિવસો અગાઉથી શરૂ થઈ જાય છે. પણ ક્યારેક એક ભૂલ આપણી બધી યોજનાઓ બગાડે છે અને આપણે બસ જોતા જ રહીએ છીએ. આવું જ કંઈક આ વીડિયોમાં જોવા મળ્યું. જેમાં મિત્રનો જન્મદિવસ ઉજવતી વખતે એક નાની ભૂલ થઈ જાય છે અને આખો પ્લાન બરબાદ થઈ જાય છે.
આ પણ વાંચો : લગ્નના મંડપમાં આખલાએ મચાવ્યો આતંક, લોકોની હાલત થઈ ખરાબ ! જુઓ આ Funny Viral Video
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ક્રેટ પર કેક મૂકવામાં આવી છે અને જે મીણબત્તી સળગી રહી છે અને જેનો જન્મદિવસ છે, તે તેને ઓલવવા માટે તે નીચે ઝૂકી જાય છે અને આ દરમિયાન ત્યાં ઉભેલો તેનો મિત્ર તેના પર સ્પ્રે કરવા માંગે છે પરંતુ સ્પ્રેને યોગ્ય રીતે પકડી ન રાખવાને કારણે વ્યક્તિનો પ્લાન નિષ્ફળ જાય છે અને કેક કાપતા યુવક પર પડવાને બદલે સ્પ્રે તે જ વ્યક્તિના ચહેરા પર પડે છે અને તેની ટીખળની તમામ યોજના એમ જ રહી જાય છે.
આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર @c_r_a_z_y_killer નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. સમાચાર લખાય છે ત્યાં સુધી બે લાખથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે અને તેના પર કોમેન્ટ કરીને પોતપોતાની પ્રતિક્રિયાઓ આપવામાં આવી રહી છે. એક યુઝરે કહ્યું કે ભાઈ તેના મિત્રને સરપ્રાઈઝ આપવા માંગતો હતો પણ અહીં ગેમ થઈ ગઈ..’ જ્યારે બીજા યુઝરે લખ્યું કે, આ વીડિયો ખરેખર ફની છે અને તેને જોયા પછી હાસ્યને કાબૂમાં રાખવું મુશ્કેલ છે.’ આ સિવાય બીજા ઘણા લોકો છે. આ અંગે પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.