લગ્નના મંડપમાં આખલાએ મચાવ્યો આતંક, લોકોની હાલત થઈ ખરાબ ! જુઓ આ Funny Viral Video
હાલ એક ફની વીડિયો ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક આખલાએ અચાનક લગ્નમાં ઘૂસીને હંગામો મચાવ્યો. આલમ એ છે કે આ ફની વીડિયો જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
જો તમે સોશિયલ મીડિયાની દુનિયામાં એક્ટિવ રહો છો તો તમને એવી વસ્તુઓ જોવા મળશે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. તેમાં કેટલાક દ્રશ્યો એવા હોય છે કે જેને જોઈને લોકોનો દિવસ બની જાય છે અને તેઓ તે વીડિયો વારંવાર જોતા રહે છે. જેમાં મનુષ્યથી લઈને પ્રાણીઓ સુધીના વીડિયોનો સમાવેશ થાય છે. આવો જ એક ફની વીડિયો લોકોમાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક આખલાએ અચાનક લગ્નમાં ઘૂસીને હંગામો મચાવ્યો. આલમ એ છે કે આ ફની વીડિયો જોઈને લોકો પોતાનું હાસ્ય રોકી શકતા નથી.
આ પણ વાંચો: Funny video : સ્ટંટ કરતા બાઈક સાથે પડ્યો, પછી બતાવ્યો જોરદાર સ્વેગ, Viral Video જોઈને થશો હસીને લોટપોટ
આપણે બધા જાણીએ છીએ કે આખલાનો સ્વભાવ ખૂબ જ ખતરનાક હોય છે. તક મળતાં જ તે હોબાળો કરવા લાગે છે. ઘણી વખત, શેરી-મહોલ્લામાં પણ, તે ઉધમ મચાવતા હોય છે. આથી લોકો આખલાને જોઈને દૂર ભાગી જાય છે. પરંતુ, જરા વિચારો, પાર્ટીના ફંકશનમાં આખલો પ્રવેશી જાય તો કેવું વાતાવરણ સર્જાશે? નાસભાગ મચી જાય એ સ્વાભાવિક છે.
View this post on Instagram
આ વાયરલ વીડિયોમાં પણ તમને કંઈક આવું જ જોવા મળશે. ટ્રેન્ડિંગ વીડિયોમાં તમે જોઈ શકો છો કે પંડાલની અંદર મોટી સંખ્યામાં લોકો હાજર છે અને ભોજનનો આનંદ લઈ રહ્યા છે. પરંતુ, અચાનક એક આખલો ત્યાં પહોંચે છે અને લોકોને દોડાવવા લાગે છે. આખલાને જોઈને લોકો ડરી જાય છે અને આમ-તેમ દોડવા લાગે છે.
આખલાએ મચાવ્યો આતંક
વીડિયો જોઈને તમે પણ દંગ રહી ગયા હશો. કારણ કે, જો આખલાને બહારનો રસ્તો ન બતાવવામાં આવે તો પરિણામ ખતરનાક બની શકે છે. આ દ્રશ્યને કોઈએ કેમેરામાં કેદ કરી લીધા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો. હવે આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ ફની વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘viney_jatav_vlogs’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે.
વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે હજારો લોકોએ તેને પસંદ કર્યો છે. સાથે જ લોકો મસ્તી કરતા વીડિયો પર કમેન્ટ પણ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘ગુસ્સે થયેલો આખલો લગ્નમાં આવ્યો હતો’. એકે લખ્યું, ‘તેમને ભોજન કરાવવું જોઈએ’.