યોગા કરતા ચિમ્પાન્ઝીનો વીડિયો થયો વાયરલ, લોકોએ કહ્યું, ‘આ તો સૂર્યનમસ્કાર કરે છે.’
આપણે જાણીએ છે કે ચિમ્પાન્ઝીની (Chimpanzee) પ્રજાતિ ખૂબ જ રમૂજી હોય છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા ફની વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં ચિમ્પાન્ઝીનો એક વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે.
સોશિયલ મીડિયા પર રોજ અનેક પ્રકાર વીડિયો વાયરલ થાય છે અને કેટલાક યૂનિક વીડિયો વાયરલ પણ થતા હોય છે. આ બધામાં લોકો પ્રાણીઓને લગતા વીડિયો જોવાનું ખુબ પંસદ કરે છે. તેમની નાદાન હરકતોથી લોકોને ખૂબ મનોરંજન મળે છે. આપણે જાણીએ છે કે ચિમ્પાન્ઝીની (Chimpanzee) પ્રજાતિ ખૂબ જ રમૂજી હોય છે. સોશિયલ મીડિયા પર તેમના ઘણા ફની વીડિયો વાયરલ થતા હોય છે. હાલમાં ચિમ્પાન્ઝીનો એક વીડિયો વાયરલ (Viral Video) થયો છે. આ વીડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચિમ્પાન્ઝી હાથ ઊંચા કરીને સૂર્ય નમસ્કાર કરી રહ્યો છે. એવું કહેવાય છે કે વાંદરાઓ આપણા પૂર્વજો હતા. પછી સભ્યતાના વિકાસ સાથે તેમનો પણ વિકાસ થયો અને પછીથી તેઓ મનુષ્ય બન્યા. જો તમે તેમની હરકતોને નજીકથી જોશો તો તમને પણ લાગશે કે તેઓ ખરેખર આપણા પૂર્વજો હશે. હવે જરા જુઓ આ વીડિયો જે વાયરલ થઈ રહ્યો છે. જે રીતે લોકો સવારે ઉઠીને યોગ, સૂર્ય નમસ્કાર કરે છે. એ જ રીતે આ ચિમ્પાન્ઝી વહેલી સવારે યોગાભ્યાસ કરતો જોવા મળે છે. ચિમ્પાન્ઝી એવી રીતે ઊભો છે કે જેને જોઈને કોઈપણ કહેશે કે તે કોઈ યોગ મુદ્રામાં છે. ચાલો જોઈ એ ચિમ્પાન્ઝીનો વાયરલ વીડિયો.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Good morning.. 😂 pic.twitter.com/ToD1bY95Gv
— Buitengebieden (@buitengebieden) July 18, 2022
ચિમ્પાન્ઝીનો આ ફની વીડિયો ટ્વિટર પર Buitengebieden નામના એકાઉન્ટ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ 8 સેકન્ડનો વીડિયો ટ્વિટર પર ધૂમ મચાવી રહ્યો છે. વીડિયો પર અત્યાર સુધીમાં 16 લાખ લોકોએ જોયો છે. જ્યારે પોસ્ટને હજારો લોકોએ લાઈક અને રીટ્વિટ કરી છે. આ વાયરલ વીડિયો જોયા પછી લોકો પોતાની રમૂજી પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.