અક્ષય કુમારની ફિલ્મ ‘રક્ષાબંધન’નું ત્રીજું ગીત રિલીઝ, ‘ડન કર દો’નો જુઓ વીડિયો

હાલમાં જ અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષા બંધનનું વધુ એક ગીત રિલીઝ થયું છે. ગીતમાં અક્ષય કુમાર માતાના દરબારમાં જોવા મળે છે.

TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Jul 19, 2022 | 2:27 PM

Raksha Bandhan : અક્ષય કુમારની આગામી ફિલ્મ રક્ષાબંધન (Raksha Bandhan)ને લઈ ચર્ચામાં છે, ફિલ્મને લઈ સોશિયલ મીડિયા પર અવાર નવાર સમાચાર સામે આવતા હોય છે, આજે અભિનેતાની ફિલ્મનું બીજું ગીત રિલીઝ થયું છે, જે ખુબ વાયરલ થઈ રહ્યું છે, ફિલ્મનું બીજું ગીત ડન કર દોમાં અક્ષય કુમારની ઝલક જોઈ તેના ચાહકોમાં ઉત્સાહનો માહૌલ જોવા મળી રહ્યો છે, તમને જણાવી દઈએ કે, અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ રક્ષાબંધન આગામી મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ભાઈ અને બહેન વચ્ચેના પવિત્ર સંબંધો પર આધારિત છે. જે લોકોનું ખુબ મનોરંજન કરવાની છે.

ગીતનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તેમાં અભિનેતા શેરાવાલીના દરબારમાં જોવા મળી રહ્યો છે. ગીત ડન કર દો રિલીઝ થતાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે, થોડા દિવસો પહેલા જ આ ફિલ્મનું પ્રથમ ગીત રિલીઝ થયું હતુ. પ્રથમ ગીત ‘તેરે સાથ હું’માં લોકોનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. હવે મેકર્સ દ્વારા બીજું ગીત પર ઈન્ટરનેટ પર ધુમ મચાવી રહ્યું છે.

 

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

ફિલ્મ રક્ષાબંધનનું બીજા ગીતની વાત કરીએ તો આ ગીતને સોશિયલ મીડિયા પર રિલીઝ કરતા જ ધુમ મચાવી દીધી છે, ગીતને અત્યાર સુધીમાં લાખો વ્યુઝ મળી ચૂક્યા છે. ગીતને 2,970,493 વ્યુઝ મળ્યા છે. આ ફિલ્મ ભાઈ-બહેનના પવિત્ર સંબંધ પર આધારિત છે, બીજા ગીતને અત્યારસુધીમાં 32 હજારથી વધુ લાઈક મળી ચુકી છે

અક્ષય કુમાર સાથે સ્ક્રીન શેર કરશે ભુમિ પેડનેકર

ફિલ્મની સ્ટોરી ચાહકોને ભાવુક કરનારી હશે. 11 ઓગસ્ટના રિલીઝ થનારી ફિલ્મ રક્ષાબંધનમાં અક્ષય કુમારની સાથે ફરી એક વખત ભુમિ પેડનેકર જોવા મળશે. ભુમિ અને અક્ષયની આ બીજી ફિલ્મ છે, ફિલ્મ 11 ઓગસ્ટના રોજ લાલ સિંહ ચઢ્ઢા સાથે રિલીઝ થશે. અક્ષય કુમારની અન્ય ફિલ્મો કરતા આ ફિલ્મોમાં લોકોને વધુ આશા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati