Ghodey Pe Sawaar Song Bhajan Version : તમે ગીતો સાંભળ્યા જ હશે. તો સ્વાભાવિક રીતે તમે કલા ફિલ્મનું (Qala) સુંદર ગીત ‘ઘોડે પે સવાર’ સાંભળ્યું જ હશે. આ ગીત છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. લોકો તેને સાંભળવાનું અને ગણગણવાનું ખૂબ પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર પણ આ ગીત પર જોરદાર રીલ બનાવવામાં આવી રહી છે. જો કોઈ ડાન્સ કરતો જોવા મળે છે, તો કોઈ લિપ-સિંક કરે છે અને તેની પોતાની શૈલીમાં આ ગીતને ફરીથી બનાવવાનો પ્રયાસ કરે છે. આજકાલ આ ગીતનું ભજન વર્ઝન સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેણે લોકોના દિલ જીતી લીધા છે. આ સુંદર ગીતનું ભજન સંસ્કરણ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.
આ પણ વાંચો : Viral Video : આફ્રિકન યુવતીએ ગાયું ગીત ‘ઘોડે પે સવાર’, યુઝર્સ તેના અવાજના બન્યા ચાહક
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ત્રણ છોકરાઓ આ ગીતનું ભજન વર્ઝન ગાવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેમાંથી એક છોકરો તબલા વગાડતો જોવા મળે છે, એક છોકરો ગિટાર વગાડતા સુંદર રીતે ગાતો જોવા મળી રહ્યો છે, જ્યારે ત્રીજા છોકરા પાસે એક નાનું વાજિંત્ર છે. તેમનું આ ભજન વર્જન કૃષ્ણને સમર્પિત છે. ગીતના શબ્દો કંઈક આ પ્રમાણે છે, ‘કોઈ કૈસે.. કાન્હા કો યે બતાયે, જાકે યે સમજાવએ, ઉન્હી સે હમે પ્યાર હૈ… મુરલીવાલે તેરા હી ઈન્તેઝાર હૈ. મૈ ના જાનું, કિસી કી ભી ના માનું, અધૂરા સા તુજ બિન, મેરા સંસાર હૈ…તેરી ભકિત કા ભૂત સવાર હૈ, મુરલીવાલે તેરા હી ઈંતજાર હૈ’. આ ગીતના શબ્દો જેટલા સારા છે, એટલું જ સુંદર આ ભજન ત્રણેય છોકરાઓએ ગાયું છે. આ ગીત કોઈપણનું દિલ જીતી શકે છે.
આ શાનદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર legit_pj નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 5.5 મિલિયન એટલે કે 55 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 5 લાખથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.
વીડિયો જોયા પછી, લોકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ પણ આપી છે. કેટલાક કહી રહ્યા છે કે આ ગીતે દિલ જીતી લીધું છે, જ્યારે કેટલાક કહી રહ્યા છે કે ‘હું તેનું સંપૂર્ણ ગીત YouTube અથવા અન્ય પ્લેટફોર્મ પર સાંભળવા માંગુ છું, તે ખૂબ જ ક્યૂટ છે’. તેવી જ રીતે એક યુઝરે લખ્યું છે કે ‘આ ગીત સાંભળ્યા પછી કાન્હા ચોક્કસ તમને મળવા આવશે. ફક્ત તમારા હૃદયને સ્વચ્છ રાખો, તે નજર જરૂર આવશે.