રેખા ગુપ્તા
રેખા ગુપ્તા દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. રેખા ગુપ્તા દિલ્હીના શાલીમાર બાગ વિધાનસભા ક્ષેત્રમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેઓ પ્રથમ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. તેમનો જન્મ 19 જુલાઈ 1974ના રોજ હરિયાણાના જુલાનામાં થયો હતો. રેખાએ દિલ્હી યુનિવર્સિટીમાંથી કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. બાદમાં મેનેજમેન્ટ અને આર્ટ્સમાં માસ્ટર્સ કર્યું.
રેખા ગુપ્તાએ પોતાની રાજકીય કારકિર્દી 1993માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે શરૂ કરી હતી. 1996-1997માં દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના પ્રમુખ બન્યા. 2007 અને 2012 માં ઉત્તર પીતમપુરા (વોર્ડ 54) થી મ્યુનિસિપલ કાઉન્સિલર તરીકે ચૂંટાયા. આ પછી, તેણીને 2022 માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) ના મેયર પદ માટે ભાજપના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવી હતી.
રેખા ગુપ્તાએ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં શાલીમાર બાગથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર બંદના કુમારીને 29,595 મતોથી હરાવ્યા હતા. તેમણે તેમના વિસ્તારમાં સ્વિમિંગ પૂલ, જિમ, પુસ્તકાલય અને કોમ્યુનિટી હોલ જેવી સુવિધાઓ સ્થાપી છે. રેખા ગુપ્તા દિલ્હીના ચોથી મહિલા મુખ્ય પ્રધાન છે. તેમના પહેલા સુષ્મા સ્વરાજ, શીલા દિક્ષીત અને આતિશી મુખ્યપ્રધાન તરીકે રહી ચૂક્યા છે.
News9 Global Summit : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ અબુ ધાબીમાં ટીવી9ની મહિલા સિદ્ધિઓની પહેલની કરી પ્રશંસા
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ 'News9 Global Summit UAE Edition' માં હાજરી આપી હતી. તેમના ભાષણમાં, મુખ્યમંત્રીએ મહિલા સશક્તિકરણને વાતચીતથી વિશ્વવ્યાપી ચળવળમાં પરિવર્તિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
- Disha Thakar
- Updated on: Aug 28, 2025
- 8:31 am
દિલ્હીના મુખ્ય પ્રધાન રેખા ગુપ્તા પર મૂળ રાજકોટના યુવકે કર્યો હુમલો, વાળ પકડ્યા, માથે-હાથે પહોંચી ઈજા
દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર આજે મૂળ રાજકોટના યુવકે હુમલો કર્યો છે. આજે સવારે જ્યારેરેખા ગુપ્તા સિવિલ લાઈન્સ સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને જાહેર સુનાવણી કરી રહ્યા હતા, ત્યારે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો. જોકે, મુખ્યમંત્રી પર હુમલો કરનાર વ્યક્તિને તરત જ કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, જાહેર સુનાવણી દરમિયાન, એક 35 વર્ષીય વ્યક્તિ મુખ્યમંત્રી પાસે પોતાની ફરિયાદ લઈને પહોંચ્યો અને મુખ્યમંત્રી પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
- TV9 Gujarati
- Updated on: Aug 20, 2025
- 12:47 pm
CAG રિપોર્ટમાં ખુલાસોઃ દિલ્હીમાં કેજરીવાલની આપ સરકારની લિકર પોલિસીથી 2000 કરોડનું નુકસાન
CAGના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે લાઇસન્સ આપવાની પ્રક્રિયામાં ઉલ્લંઘન થયું છે. ઉપરાંત, તત્કાલિન નાયબ મુખ્ય પ્રધાન અને આબકારી પ્રધાન મનીષ સિસોદિયા દ્વારા દારૂની નીતિમાં ફેરફારો સૂચવવા માટે રચાયેલી નિષ્ણાત પેનલની ભલામણોને પણ અવગણવામાં આવી હતી.
- TV9 Gujarati
- Updated on: Feb 25, 2025
- 3:38 pm
Breaking News: દિલ્હીને મળશે મહિલા મુખ્યમંત્રી, ભાજપે રેખા ગુપ્તાને સોંપી રાજધાનીની કમાન
આખરે 12 દિવસના અંતરાલ બાદ ભાજપે દિલ્હીના મુખ્યમંત્રીના નામની ઘોષણા કરી છે. રેખાગુપ્તાને દિલ્હીની કમાન સોંપવામાં આવી છે.
- Mina Pandya
- Updated on: Feb 25, 2025
- 3:57 pm