AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ! બસ આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી પ્રાઈવેટ ચેટ થઈ જશે સંપૂર્ણ સુરક્ષિત

WhatsApp Tips: આજકાલ, WhatsApp ફક્ત ચેટિંગનું માધ્યમ નથી; તે આપણી અંગત વાતચીતો, મહત્વપૂર્ણ માહિતી અને ઘણી મહત્વપૂર્ણ વિગતો પણ રાખે છે. તેથી, આ ચેટ્સને સુરક્ષિત રાખવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. સદનસીબે, આ એપ્લિકેશન ઘણી ગોપનીયતા સુવિધાઓ પ્રદાન કરે છે જેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો, તે તમારી વાતચીતોને નોંધપાત્ર રીતે સુરક્ષિત કરી શકે છે.

WhatsApp ચેટ્સને બનાવો હેક-પ્રૂફ! બસ આ 3 સેટિંગ્સ બદલતા જ તમારી પ્રાઈવેટ ચેટ થઈ જશે સંપૂર્ણ સુરક્ષિત
આનો અર્થ એ છે કે તમે હવે ફક્ત એક જ એપ્લિકેશનનો ઉપયોગ કરીને એક ઉપકરણ પર એક કરતાં વધુ WhatsApp એકાઉન્ટ મેનેજ કરી શકો છો; તમારે ફક્ત પ્રોફાઇલ વચ્ચે સ્વિચ કરવાની જરૂર છે. હાલમાં, તમારા એક્ટિવ એકાઉન્ટને તમારા પ્રોફાઇલ પિક્ચર હવે સૌથી નીચે વાળા ટેબમાં દેખાશે, જેનાથી વગર કોઈ કન્ફ્યુઝન તમને એકથી બીજા અકાઉન્ટમાં સ્વિચ કરવું સરળ પડશે (ફોટો ક્રેડિટ-File Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 25, 2026 | 12:26 PM
Share

સૌથી પહેલા વાત કરીએ ચેટ લોક ફીચરની, તો આ તમારા અંગત મેસેજને બીજાની નજરથી બચાવવાનો એક સરળ રસ્તો છે. આ ફીચર ચાલુ કર્યા પછી તમારી ખાસ ચેટ્સ લોક થઈ જાય છે અને તેને ખોલવા માટે ફિંગરપ્રિન્ટ, ફેસ આઈડી અથવા પાસકોડની જરૂર પડે છે. તેનો ફાયદો એ છે કે જો તમારો ફોન કોઈ બીજાના હાથમાં આવી જાય તો પણ તમારી અંગત વાતચીત સુરક્ષિત રહે છે અને કોઈ તેને વાંચી શકતું નથી.

આ ઉપરાંત, તમે તમારા મેસેજને આપમેળે ગાયબ (Disappearing Messages) થાય તેવા પણ બનાવી શકો છો. આ સેટિંગ દ્વારા મોકલવામાં આવેલા મેસેજ નક્કી કરેલા સમય પછી આપોઆપ ડિલીટ થઈ જાય છે. તમે તમારી જરૂરિયાત મુજબ 24 કલાક, 7 દિવસ અથવા 90 દિવસનો સમય પસંદ કરી શકો છો. આનાથી સંવેદનશીલ વાતચીત લાંબા સમય સુધી ચેટમાં સેવ રહેતી નથી અને પ્રાઈવસી જળવાઈ રહે છે.

સુરક્ષાને વધારે મજબૂત બનાવવા માટે ટૂ-સ્ટેપ વેરિફિકેશનને ખૂબ જ જરૂરી ફીચર માનવામાં આવે છે. આ ફીચરને ઍક્ટિવ કર્યા પછી તમારા અકાઉંટમાં સેફ્ટીનું એક નવું લેયર જોડાઈ જાય છે.

જો કોઈ તમારા નંબર દ્વારા બીજા ડિવાઇસમાં અકાઉંટ લૉગિન કરવાની કોશિશ કરે તો તેને એક ખાસ પિન આપવો પડતો હોય છે. તે પિન વગર તમારું અકાઉંટ એક્સેસ કરવું મુશ્કેલ છે. જેથી હેકિંગનો ખતરો ઓછો થાય છે.

જો તમે આ સરળ સેટિંગ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરશો, તો તમારી WhatsApp ચેટ્સ પહેલા કરતા ક્યાંય વધુ સુરક્ષિત થઈ જશે અને તમે કોઈપણ ચિંતા વગર મેસેજિંગનો આનંદ માણી શકશો.

વોટ્સએપ દ્વારા યુઝર્સના અનુભવને વધુ બહેતર અને સુરક્ષિત બનાવવા માટે ૨૦૨૬માં કેટલાક શાનદાર ફીચર્સ રજૂ કરવામાં આવ્યા છે. સૌથી મહત્વનું અપડેટ ‘યુઝરનેમ’ (Usernames) ફીચર છે, જેના દ્વારા હવે યુઝર્સ પોતાનો મોબાઈલ નંબર શેર કર્યા વગર પણ અન્ય લોકો સાથે જોડાઈ શકશે, જે પ્રાઈવસીમાં મોટો વધારો કરશે. આ ઉપરાંત, હવે ચેટમાં ‘ઓટો-ટ્રાન્સલેટ’ સુવિધા પણ જોવા મળશે, જે ૨૧થી વધુ ભાષાઓમાં આવતા મેસેજને આપમેળે તમારી ભાષામાં અનુવાદિત કરી શકશે.

UPI પિન નાખવાની ઝંઝટ કાયમ માટે ખતમ ! હવે ફિંગરપ્રિન્ટથી થશે ₹5,000 સુધીનું પેમેન્ટ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">