WhatsApp લાવી રહ્યું છે અનેક નવા ફીચર્સ, હવે વિદેશમાં પણ કરી શકશો UPI પેમેન્ટ

વોટ્સએપ એક ખાસ ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી ભારતીય યુઝર્સ કોઈપણ મુશ્કેલી વિના આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કરી શકશે. આ પેમેન્ટ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ની મદદથી કામ કરશે. આ ફીચર હજુ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી, આ ફીચરને ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ નામ આપવામાં આવ્યું છે.

WhatsApp લાવી રહ્યું છે અનેક નવા ફીચર્સ, હવે વિદેશમાં પણ કરી શકશો UPI પેમેન્ટ
WhatsApp
Follow Us:
| Updated on: Mar 29, 2024 | 11:47 PM

WhatsApp એક લોકપ્રિય મેસેજિંગ એપ છે અને તેના લગભગ 2 બિલિયન યુઝર્સ છે. મેટાની આ એપ પર મેસેજિંગ ઉપરાંત અન્ય ઘણી સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. કંપનીએ ઘણા સમય પહેલા WhatsApp પેમેન્ટનું ફીચર એડ કર્યું હતું. જોકે, WhatsApp પેમેન્ટ PhonePe અને Google Pay જેટલું લોકપ્રિય બન્યું નથી.

હવે કંપની આ પ્લેટફોર્મ પર વધુ એક ફીચર ઉમેરવા જઈ રહી છે. WhatsApp ઈન્ટરનેશનલ પેમેન્ટ ફીચર ટૂંક સમયમાં આવી રહ્યું છે. આ સિવાય પ્લેટફોર્મ AI એડિટિંગ ટૂલ અને ક્રોસ પ્લેટફોર્મ ચેટ ફીચર પર પણ કામ કરવામાં આવી રહ્યું છે.

વોટ્સએપ એક ખાસ ફીચર પર કામ કરી રહ્યું છે, જેનાથી ભારતીય યુઝર્સ કોઈપણ મુશ્કેલી વિના આંતરરાષ્ટ્રીય પેમેન્ટ કરી શકશે. આ પેમેન્ટ યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ (UPI)ની મદદથી કામ કરશે. આ ફીચર હજુ સામાન્ય લોકો માટે ઉપલબ્ધ નથી, આ ફીચરને ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ નામ આપવામાં આવ્યું છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

WhatsApp ઇન્ટરનેશનલ પેમેન્ટ્સના ફાયદા

વોટ્સએપ પર ઇન્ટરનેશનલ પેમેન્ટ્સના અપડેટ પછી સામાન્ય ભારતીય યુઝર્સ પસંદગીના ઇન્ટરનેશનલ મર્ચન્ટ્સને કોઇપણ મુશ્કેલી વિના પેમેન્ટ કરી શકશે, જો કે તેમણે બેન્કમાંથી ઇન્ટરનેશનલ UPI સર્વિસ એક્ટિવેટ કરી હોવી જોઈએ. આ ઈન્ટિગ્રેશન પછી યુઝર્સને ગ્લોબલ ટ્રાન્ઝેક્શનમાં સુવિધા મળશે. વપરાશકર્તાઓ આંતરરાષ્ટ્રીય ચુકવણીને મેન્યુઅલી સક્રિય કરી શકશે અને તે તેના સમય અવધિ પછી બંધ થઈ જશે.

વોટ્સએપમાં ક્રોસ એપ ચેટિંગ ફીચર

વોટ્સએપ અન્ય એક ફીચર પર કામ કરી રહ્યું છે, જેની મદદથી યુઝર્સ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પર જ અન્ય એપ્સની ચેટ ઓપન કરી શકશે અને વોટ્સએપથી જ રિપ્લાય પણ કરી શકશે. તેને ક્રોસ એપ ચેટિંગ કહેવામાં આવે છે. વોટ્સએપના એન્જિનિયરિંગ ડિરેક્ટર ડિક બ્રોવરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે WhatsApp અન્ય એપ્સ સાથે કેવી રીતે કામ કરશે.

WhatsApp પર AI એડિટિંગ ટૂલ આવી રહ્યું છે

WhatsApp ટૂંક સમયમાં જ તેના યુઝર્સ માટે AI એડિટિંગ ટૂલ લાવી રહ્યું છે. WABetaInfoએ આ આગામી ફીચર વિશે માહિતી આપી હતી. જાન્યુઆરીમાં એક નવી સુવિધા બહાર પાડવામાં આવી હતી, જેના દ્વારા યુઝર્સ તેમના કોઈપણ ફોટાને સ્ટીકરમાં બનાવી શકે છે, તેમજ તેને એડિટ અને શેર કરી શકે છે. તે IOS માટે આવી ગયું છે.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">